ફિફા 2018: ગોલને છોડો..દર્શકો રશિયન સુંદરીઓ માટે કરી રહ્યાં છે પડાપડી, ચાલે છે સ્પર્ધા
દુનિયાભરના દેશોના ફૂટબોલ પ્રેમીઓએ પોતાની ફેવરિટ ટીમ અને સ્ટાર્સનો ખેલ જોવા માટે રશિયા પહોંચ્યા છે. આવામાં એવા લોકોની પણ જરાય કમી નથી જેઓ માત્ર ખુબસુરત યુવતીઓ સાથે પેચ લડાવવા માટે ત્યાં ખેંચાઈ આવ્યાં છે.
મોસ્કો: દુનિયાભરના દેશોના ફૂટબોલ પ્રેમીઓએ પોતાની ફેવરિટ ટીમ અને સ્ટાર્સનો ખેલ જોવા માટે રશિયા પહોંચ્યા છે. આવામાં એવા લોકોની પણ જરાય કમી નથી જેઓ માત્ર ખુબસુરત યુવતીઓ સાથે પેચ લડાવવા માટે ત્યાં ખેંચાઈ આવ્યાં છે. આર્જેન્ટિનાના 26 વર્ષના ઓગસ્ટીન ઓટેલો પણ તેમાનો જ એક છે. જે પોતાની ટીમના ગોલ ગણવા માટે નહીં પરંતુ ખુબસુરત રશિયન યુવતીઓના ટેલિફોન નંબર લેવા અને તેને કાઉન્ટ કરવામાં બીઝી છે. હાલ તેને અત્યાર સુધી 4 જ નંબર મળ્યાં છે.
આ મામલે તેની તેના મિત્રો સાથે સ્પર્ધા ચાલી રહી છે કે કોણ કેટલા નંબર મેળવે છે. એનબીટીના અહેવાલ મુજબ ઓટેલોને આશા છે કે તેના આકર્ષક વ્યક્તિત્વનો તેને ફાયદો મળશે અને તેને અહીં તેનો પ્રેમ પણ મળી જશે. તેણે કહ્યું કે આ મામલે જોરદાર સ્પર્ધા છે કારણ કે મોટી સંખ્યામાં વિદેશી પુરુષો રશિયા આવ્યાં છે.
અત્રે જણાવવાનું કે વર્લ્ડ કપ શરૂ થતા જ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાના દેશની મહિલાઓને વર્લ્ડ કપ ટુરિસ્ટ સાથે સેક્સ માણવાની છૂટ આપી હતી. આ અંગે પુતિનના પ્રવક્ત દમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે રશિયાની મહિલાઓ આ નિર્ણય પોતે લઈ શકે છે. પુતિનના પ્રવક્તા પેસ્કોવે કહ્યું હતું કે 'જ્યાં સુધી રશિયાની મહિલાઓની વાત છે તો આ અંગે ફેસલો તેઓ પોતે જ લે. તેઓ દુનિયાની સર્વશ્રેષ્ઠ મહિલાઓ છે.'
પુતિન તરફથી આ પ્રકારની સ્પષ્ટતા એટલા માટે જારી થઈ હતી કારણ કે આ અગાઉ રશિયાની એક મહિલા સાંસદે મહિલાઓને સલાહ આપી હતી કે વિદેશી દર્શકો સાથે સંબંધ ન બનાવવા. તેણે કહ્યું હતું કે રશિયન મહિલાઓએ જો આમ કર્યું તો તેઓ 'ક્રોસ બ્રીડ'થી પેદા થયેલા બાળકોને એકલી માતા બનીને રહી જશે.