નવી દિલ્હીઃ બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસીએ ફીફાનો 'વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી'નો પુરસ્કાર હાસિલ કર્યો છે, જ્યારે મહિલાઓમાં અમેરિકાની ફોરવર્ડ મેગન રાપિનોએ આ એવોર્ડ જીત્યો છે. સોમવારે મોડી રાત્રે મિલાનના Teatro alla Scalaમા આયોજીત શાનદાર સમારોહમાં ફીફા એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

32 વર્ષીય મેસી છઠ્ઠી વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ પર કબજો કરવામાં સફળ રહ્યો છે. બાર્સિલોનાને પાછલી સિઝનમાં લા લિગા ચેમ્પિયન બનાવવા અને ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પહોંચાડવામાં મેસીનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ પહેલા આર્જેન્ટીનાના મેસીએ   2009, 2010, 2011, 2012, 2015મા આ પુરસ્કાર જીત્યો હતો. 


આ વખતે જુવેન્ટ્સના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિવરપૂલનો વર્જિલ વૈન ડાઇક આ એવોર્ડથી ચુકી ગયા હતા. મેસીનો હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (2008, 2013, 2014, 2016, 2017)એ આ પુરસ્કાર પાંચ વખત જીત્યો છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર