માસ્કો (રૂસ): ફીફાના અધ્યક્ષ જિયાની ઇનફૈનટિનોએ થાઇલેન્ડમાં ગુફામાં ફસાયેલા બાળકોની ફુટબોલ ટીમને વર્લ્ડ કપની ફાઇનલ જોવા માટે આમંત્રણ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇનફૈનટિનોએ કહ્યું કે, આશા છે કે બે સપ્તાહ પહેલા પૂરનું પાણી વધવાથી ગુફામાં ફસાયેલા વાઇલ્ડ બોઅર્સ ટીમના ખેલાડીઓને બચાવી લેવામાં આવશે અને 15 જુલાઇએ તે માસ્કોમાં તે ફાઇનલ માટે હાજર રહેશે. 


ઇનફૈનટિનોએ કહ્યું, તેમણે થાઇલેન્ડ ફુટબોલ સંઘના પ્રમુખને મોકલેલા પત્રમાં લખ્યું, અમને આશા છે કે તે પોતાના પરિવારને જલ્દી મળશે અને જો તેમનું સ્વાસ્થ્ય તેને યાત્રા કરવાની મંજૂરી આપે છે તો મને તેઓને 2018ના વર્લ્ડ કપ ફાઇનલમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં ખુશી થશે. 


તેમણે કહ્યું, મને આશા છે કે ફાઇનલ મેચમાં અમારી સાથે હશે જે કોઇ શંકા વગર ઉત્સવ મનાવવાની એક અદ્ભૂત ક્ષણ હશે. થાઇલેન્ડના 11થી 16 વર્ષના ફુટબોલ ખેલાડી 23 જૂને પોતાના કોચની સાથે અંધેરી ગુફામાં ફસાયેલા છે. 


લાપતા થવાના નવ દિવસ બાદ શોધખોરોને તેમની જાણકારી મળી અને બાળકોનો વીડિયો જારી કરવામાં આવ્યો હતો જેમાં તે હસ્તા દેખાઈ રહ્યાં છે.