મોસ્કોઃ ફીફા વિશ્વ કપ 2018ના ગ્રુપ-જીના મેચમાં બેલ્જિયમે ટ્યૂનીશિયાને 5-2થી પરાજય આપ્યો. શનિવારે આ જીત સાથે બેલ્જિયમે રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી લીધી છે. બેલ્જિયમ તરફથી હેજાર્ડ અને રોમેલૂ લુકાકૂએ બે-બે ગોલ કર્યા. 21 વર્ષીય મિચી બાતસુઆઈએ 90મી મિનિટે એક ગોલ કર્યો. જ્યારે ટ્યૂનીશિયા તરફતી ડાયનલ બ્રોને પ્રથમ ગોલ કર્યો અને કેપ્ટન વહાબીએ અંતિમ ક્ષણોમાં ગોલ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોમેલૂ લુકાકૂએ હાફ ટાઇમની થોડી મિનિટો પહેલા ગોલ કરીને બેલ્જિયમને ટ્યૂનિશિયા વિરુદ્ધ 3-1ની લીડ અપાવી હતી. આ વિશ્વકપમાં તેનો ચોથો ગોલ હતો. હવે તે આ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સાથે સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. 


થોમસ મ્યનિરના બોલને ડિફેન્સને માત આપતા આગળ વધાર્યો અને લુકાકૂએ ઓફ સાઇડ ટ્રૈપને ચોંકાવતા બોલને ગોલકીપર ફારૂક બેન મુસ્તફાના ઉપરથી ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો. 


આ પહેલા એડન હેજાર્ડે ગોલ કરીને બેલ્જિયમનું ખાતું ખોલ્યું અને પછી લુકાકૂએ સ્કોર 2-0 પર પહોંચાડી દીધો. ટ્યૂનીશિયા તરફથી ડાયલન બ્રૂને ફ્રી-કિકની ગોલ કરીને અંતરને ઓછુ કર્યું. 


બેલ્જિયમે પ્રથમ મેચમાં પનામાને 3-0થી હરાવ્યું હતું અને લુકાકૂએ બે ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ પણ પોર્ટુગલ માટે પ્રથમ બે મેચમાં ચાર ગોલ કર્યા છે.