ફીફા વિશ્વ કપઃ બ્રાઝીલનું છઠ્ઠા વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડવા માટે ઉત્સાહિત બેલ્જિયમ
બેલ્જિયમની સોનેરી પેઢીને તે ખ્યાલ છે કે, આ મેચ વિશ્વ સ્તર પર એક શક્તિના રૂપમાં ઉભરવાની તેમની પાસે અંતિમ તક છે.
કજાનઃ છઠ્ઠીવાર વિશ્વકપ જીતવાનું સપનું લઈને ઉતરેલી બ્રાઝીલની ટીમ શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે રમશે જેનો ઈરાદો પોતાના દેશના ફુટબોલ ઈતિહાસનું સોનેરી પાનું લખીને આ સ્વર્ણિમ સમયને અમર બનાવવાનું હશે. બેલ્જિયમની સોનેરી પેઢીને તે ખ્યાલ છે કે, આ મેચ વિશ્વ સ્તર પર એક શક્તિના રૂપમાં ઉભરવાની તેમની પાસે અંતિમ તક છે.
આ ટીમના ઘણા ખેલાડી 2022માં યોજાનારા વિશ્વ કપમાં નહીં હોય. કોચ રોબર્ટો માર્તિનેજે કહ્યું, અમારા ખેલાડી માટે આ સ્વપ્ન સમાન છે. અમારે ડિફેન્સ મજબૂત રાખવો પડળે, જેથી બ્રાઝીલ પર દબાવ બનાવી શકીએ. અમે આ માટે તૈયાર છીએ.
બેલ્જિયમની પાસે ચેલ્સીના ઇડન હેજાર્ડ, માનચેસ્ટર સિટીના કેવિન ડિ બ્રૂને અને માનચેસ્ટર યુનાઇટેડના રોમેલૂ લુકાકૂ જેવા સ્ટાર છે જે અપસેટની શક્તિ ધરાવે છે. બેલ્જિયમની ટીમ 2014માં પણ અંતિમ આઠમાં પહોંચી હતી જ્યારે આ પહેલા 1986માં ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી હતી.
બેલ્જિયમે સોમવારે બે ગોલથી પાછળ રહ્યાં બાદ વાપસી કરતા 94મી મિનિટમાં નાસેર ચાડલીના ગોલની મદદથી જીત મેળવી હતી. તે વિશ્વકપ નોકઆઉટમાં બે ગોલથી પાછળ રહ્યાં બાદ જીત મેળવનારી 48 વર્ષમાં પ્રથમ ટીમ બની. આ વખતે તેની ટક્કર નેમારની બ્રાઝીલી ટીમ સામે છે. મેક્સિકો વિરુદ્ધ 2-0થી મળેલી જીતમાં નેમારે શાનદાર પ્રદર્શન કરીને દેખાડી દીધું કે તે ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે.
બ્રાઝીલના આક્રમણથી વધુ બેલ્જિયમ માટે ખતરો તેનું ડિફેન્સ છે જેણે અત્યાર સુધી એક જ ગોલ ગુમાવ્યો છે. થિયાગો સિલ્વાએ ગત જીત બાદ કહ્યું, આ પેચીદો મેચ હતો પરંતુ અમે દમદાર વાપસી કરી. હવે અમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.