સમારા : ફીફા વર્લ્ડ કપની ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ફોર્મમાં રહેલી ટીમ ઇંગ્લેન્ડે સ્વીડનને 2-0થી પરાજીત કરીને સેમીફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. બુધવારે યોજાનાર સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડનો સામનો ક્રોએશિયા અને મેજબાન રશિયાની વચ્ચે યોજાનાર અંતિમ ક્વાર્ટર ફાઇનલના વિજેતા સાથે થશે. ઇંગ્લીશ ટીમ 1990 બાદથી પહેલીવાર સેમીફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લીશ ટીમ 28 વર્ષ  લાંબી રાહ જોયા બાદ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની અંતિમ 4માં પહોંચવામાં સફળ રહી છે. ઇંગ્લેન્ડે 1990માં ઇટાલીમાં યોજાયેલા વર્લ્ડકપની સેમીફાઇનલ સુધી પહોંચી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને પશ્ચિમી જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 (1-1) પરાજય આપ્યો હતો. પરંતુ હવે તેણે હૈરી મેગ્વાયર (30મી) અને ડેલી એબી (59મી) ગોલોની મદદથી એકવાર ફરીથી આ કારનામો કરી દેખાડ્યો છે. સમારા એરેનાએ રમાયેલી આ મેચમાં શરૂઆતથી જ ઇંગ્લેન્ડે બોલ પર નિયંત્રણ જાળવવામાં વધારે વિશ્વાસ દેખાડ્યો અને સ્વીડનનાં મિડફીલ્ડર અને ફોરવર્ડ ખેલાડીઓને સતત પરેશાનીમાં રાખ્યા હતા. 

19મી મિનિટે રહીમ સ્ટર્લિગે બોક્સની બાહર ડાબા છેડા પર વિપક્ષી ટીમના ડિફેન્ડરને છકાવતા સ્ટ્રાઇકર હૈરી કોનને બોલ પાસ કર્યો પરંતુ ઇંગ્લેન્ડના કેપ્ટન પોતાની ટીમને શરૂઆતી બઢ અપાવવામાં સફળ રહી શક્યો નહોતો. કેનનાં આ અસફળ પ્રયાસના બે મિનિટ બાદ ઇંગ્લેન્ડના મિડ ફીલ્ડર જેવા લિંગાર્ડે ડાબા છેડેથી ગોલની તરફ શોટ લગાવ્યો, જે અંગે સ્વીડનના ગોલકીપર રોબિન ઓલ્સને બચાવ કર્યો. 

30મી મિનિટે ઇંગ્લેન્ડને કોર્નર મળ્યું અને એશ્લે યંગના ક્રોસ પર હેડર સાથે શાનદાર ગોલ ફટકારતા ડિફેન્ડર હૈરી મેગ્વાયરએ પોતાની ટીમને 1-0થી આગળ કરી દીધા. પહેલો હાફ પુરો થયાની એક મિનિટ પહેલા સ્ટર્લિંગને ઇંગ્લેન્ડને બઢત બમણી કરવાની તક મળી જો કે તે બોક્સમાં ઓલ્સનને છકાવવામાં સફળ નહોતા થઇ શક્યા. 

સ્વીડન માટે બીજા હાફની શરૂઆત ખુબ જ સારી રહી અને 47મી મિનિટે માર્કસ બર્ગે બોક્સની અંદરથી હેડર લગાવીને બરાબરીનો ગોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે યુવા ગોલકીપર જોર્ડન પિકફોર્ડને ભેદી શક્યા નહોતા. ઇંગ્લેન્ડના આ ઝટકાથી ટુંકમાં જ ઉભર્યા અને 59મી મિનિટે બોક્સની બહારથી લિંગાર્ડને યોગ્ય રીતે ક્રોસ આપ્યો, જે રીતે હેડર સાથે ગોલ ફટકારીને ડેલી એલીએ પોતાની ટીમની બઢત બમણી કરી દીધી હતી. ત્યાર બાદ સ્વીડનને 62મી અને 72મી મિનિટે ઇંગ્લેન્ડની બઢતને ઘટાડવા માટેની તક મળી, જો કે બંન્ને વખત પિકફોર્ડે સારો બચાવ કર્યો અને પોતાની ટીમને ઐતિહાસિક વિજય અપાવતા સેમી ફાઇનલ સુધી પહોંચાડી હતી.