મોસ્કોઃ ફીફા વિશ્વકપ-2018ના ગ્રુપ-એફના પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીને મેક્સિકો સામે હારનો સામનો કરવો પડ્યો છે. સ્ટાર ખેલાડીઓથી ભરેલી જર્મનીની ટીમ ફ્લોપ રહી અને એકપણ વાર મેક્સિકોના ડિફેન્સને ભેદી ન શકી. મેચમાં એકમાત્ર ગોલ પ્રથમ હાફમાં થયો હતો. આ ગોલ ડેવિયર હર્નાન્ડેઝના પાસ પર હિરવિંગ લોજાનોએ કર્યો. આ જીતની સાથે મેક્સિકોએ ગત વર્ષે કોન્ફેડેરેશન કપમાં જર્મની સામે મળેલી હારનો બદલો પણ ચૂકવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ થયો એકમાત્ર ગોલ
મેચમાં એકમાત્ર ગોલ કાઉન્ટર એેટેક પર થયો. પ્રથમ હાફની 35મી મિનિટે વેલાએ જેવિયર હર્નાન્ડેઝને બોલ આપ્યો. જેવિયરે હર્નાન્ડેઝે હિરવિંગ લોજાનોને બોલ આપ્યો, જે ગોલની સામે હતો. લોજાનોએ તેને લક્ષ્ય સુધી પહોંચાડવામાં કોઈ ભૂલ ન કરી. બોલ નેટમાં જતા જ સ્ટેડિયમમાં હાજર મેક્સિકોના હજારો દર્શકો ખુશીની જુમી ઉઠ્યા. આની એક મિનિટ પહેલા જ લોજાનોને ગોલ કરવાનો ચાન્સ મળ્યો પણ તે ચૂકી ગયો હતો. 


ખરાબ ફોર્મે ન છોડ્યો પીછો
ખરાબ ફોર્મ સામે જજૂમી રહેલી જર્મનીની ટીમ પોતાનો રેકોર્ડ ન બદલી શકી અને હારી ગઈ. ક્વોલિફાઇંગ રાઉન્ડ બાદ તેણે એકમાત્ર જીત સાઉદી અરબ વિરુદ્ધ મેલવી છે. ત્યારબાદથી જીતનો ઇંતજાર છે. બીજીતરફ મેક્સિકોએ સતત 7 જીત મેળવીને વિશ્વકપ માટે ક્વોલિફાઇ કર્યું હતું. તેની ટીમ શાનદાર ફોર્મમાં છે. 


જર્મની vs મેક્સિકોઃ બીજી જીત
ગત ચેમ્પિયન જર્મની અને મેક્સિકો વચ્ચે અત્યાર સુધી 12 મેચ રમાઈ છે, જેમાંથી પાંચમાં જર્મની અને બે વાર મેક્સિકો જીત્યું છે. આ મેચ પહેલા મેક્સિકોના ખાતામાં એક જીત હતી. બંન્ને ટીમો વચ્ચે પાંચ મેચ ડ્રો રહી છે.