FIFA વર્લ્ડ કપઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની આજે હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર
કજાનઃ પ્રથમ મેચમાં મેક્સિકો સામે હાર બાદ બીજા મેચમાં ટોની કોસના ગોલની મદદથી સંજીવની મેળવનાર જર્મનીની આગળની સફર જો અને તોમાં ફસાયેલી છે. આજે તે સાઉથ કોરિયા સામે પોતાનો અંતિમ લીગ મેચ રમશે અને અહીં એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે જો વિશ્વકપના પ્રથમ રાઉન્ડમાં બહાર થનારી હાલની ચેમ્પિયન ટીમોની યાદીમાં છઠ્ઠા સ્થાને નામ નોંધાવવાથી બચવું છે તો કોઇપણ ભોગે વિજય મેળવવો પડશે. આ જીતની સાથે જર્મનીએ તે પણ દુઆ કરવાની રહે છે કે ગ્રુપના અન્ય મેચમાં મેક્સિકો પોતાનો અંતિમ મેચ ન હારે.
આ ગ્રુપમાં કોઇ સેફ નથી
જર્મનીની ટીમ 1938 બાદ પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ નથી પરંતુ ગ્રુપ-એફમાં સ્થિતિ જટીલ બનેલી છે. મેક્સિકોના 6 પોઇન્ટ છે, પરંતુ તેની નોકઆઉટમાં જગ્યા પાક્કી નથી, જ્યારે સાઉથ કોરિયા પાસે એકપણ અંક નથી પરંતુ તે પણ અંતિમ-16માં પહોંચવાની દોડમાં સામેલ છે.
મેક્સિકો માત્ર ડ્રોની સાથે આગામી રાઉન્ડમાં પહોંચી શકે છે. મુખ્ય લડાઇ જર્મની અને સ્વીડનમાં છે. સ્વીડને પોતાની આશાઓ જીવંત રાખવા માટે મેક્સિકો પર ઓછામાં ઓછા બે ગોલના અંતરથી વિજય મેળવવો પડશે.
ગ્રુપ-એફના સમીકરણ
- જો જર્મની અને મેક્સિકો જીતી જાઈ તો બંન્ને ટીમ અંતિમ-16માં હશે
- જો જર્મની હારી જાઈ અને મેક્સિકો પણ હારી જાઈ તો મેક્સિકો અને સ્વીડન આગળના રાઉન્ડમાં જશે.
- જો જર્મની જીતે અને મેક્સિકો હારે તો જર્મની, મેક્સિકો અને સ્વીડનના 6 અંક થશે અને મામલો લોગ અંતર પર જશે.
- જો જર્મની હારી જાય અને મેક્સિકો જીતી જાય તો જર્મની અને સ્વીડનમાં સારા ગોલ અંતરવાળી ટીમ આગળ જશે.
- જો જર્મની ડ્રો રમે અને મેક્સિકો જીતી જાય તો જર્મન ટીમ આગળના રાઉન્ડમાં જશે.