ફીફાઃ 2700 કરોડ છે પ્રાઇઝ મની, જીતનારી ટીમને મળશે આટલા રૂપિયા? જાણો
ફીફા વર્લ્ડકપના ફાઇનલમાં આજે ક્રોએશિયા અને ફ્રાન્સ ટકરાશે.
મોસ્કોઃ ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાનારી ફાઇનલ મેચની સાથે રવિવારે ફીફા વર્લ્ડ કપ 2018નું સમાપન થશે. ફાઇનલની સાથે એક મહિનો સુધી ચાલેલા ફુટબોલના મહાકુંભનું સમાપન થશે. એક મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટ 14 જૂને શરૂ થઈ હતી, જેમાં 32 ટીમોએ ભાગ લીધો હતો. જો ઇનામી રાશીની વાત કરવામાં આવે તો ટૂર્નામેન્ટ જીતનારી ટીમ માલામાલ થઈ જશે, પરંતુ ફીફા મેનેજમેન્ટ બાકીની ટીમોને પણ ખાલી હાથે મોકલશે નહીં.
ફીફામાં કુલ ઇનામી રકમ 400 મિલિયન (2700 કરોડથી વધુ) છે. તેમાંથી જીતનારી ટીમને 38 મિલિયન ડોલર (આશરે 260 કરોડ), બીજા ક્રમે રહેનારી ટીમને 28 મિલિયન ડોલર (લગભગ 191 કરોડ રૂપિયા) મળશે. બીજીતરફ ત્રીજા સ્થાને રહેલી બેલ્જિયમને ફીફા 24 મિલિયન એટલે કે 164 કરોડ ઈનામના સ્વરૂપમાં આપશે.
FIFA World Cup: વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે આજે ફ્રાન્સ અને ક્રોએશિયા ટકરાશે
મહત્વનું છે કે 2014માં ફીફા વિશ્વકપમાં જીતનારી ટીમ જર્મનીને 239 કરોડ રૂપિયા મળ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે, 32ની 32 ટીમોને પ્રદર્શન પ્રમાણે ઓછામાં ઓછા 8 મિલિયન ડોલર (આશરે 54 કરોડ રૂપિયા) લઈને જશે.