રશિયાઃ રૂસમાં જારી ફીફા વર્લ્ડ કપ-2018ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા 6 અને 7 જુલાઈએ રમાશે. અંતિમ-8માં પહોંચેલી ટીમ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરવા માટે મેદાને ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંતિમ-8ના પ્રથમ મેચમાં શુક્રવારે ઉરુગ્વેનો સામનો ફ્રાન્સ સામે થશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે રમાશે. ત્યારબાદ બ્રાઝીલની ટીમ બેલ્જિયમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 કલાકે શરૂ થશે. 


ક્વાર્ટર ફાઇનલ મુકાબલા- ક્યારે અને કોની વચ્ચે મેચ


6 જુલાઈઃ ઉરુગ્વે Vs ફ્રાન્સ (સાંજે 7.30 કલાકથી)


6 જુલાઈઃ બ્રાઝીલ Vs બેલ્જિયમ (રાત્રે 11.30 કલાકથી)


7 જુલાઈઃ સ્વીડન Vs ઈંગ્લેન્ડ (સાંજે 7.30 કલાકથી)


7 જુલાઈઃ રૂસ Vs ક્રોએશિયા (રાત્રે 11.30 કલાકથી)


સેમીફાઇનલ 10 અને 11 જુલાઈએ રમાશે, જ્યારે ટૂર્નામેન્ટની મેગા ફાઇનલ 15 જુલાઈએ રમાશે.