સરાંસક (રૂસ): ફીફા વિશ્વકપ-2018ના ગ્રુપ-એસના એક મેચમાં જાપાને કોલંબિયાને 2-1થી હરાવી દીધું. આ સાથે જાપાને બ્રાઝીલ વિશ્વકપમાં મળેલી 4-1ની હારનો બદલો પણ લઈ લીધો. જાપાન માટે પ્રથમ ગોલ કગાવાએ પેનલ્ટી પર કર્યો, જ્યારે કોલંબિયા માટે બરાબરીનો ગોલ જુઆન ક્વિનટેરોએ કર્યો. એવું લાગી રહ્યું હતું કે, મેચ ડ્રો થશે, ત્યારે મેચની 73મી મિનિટમાં ઓસાકોએ ગોલ કરીને મેચ જાપાનના પક્ષમાં કરી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂર્નામેન્ટનું પ્રથમ રેડ કાર્ડ
કોલંબિયાનો મિડફીલ્ડર કાર્લોસ સાંચેજ મંગળવારે ફીફા વિશ્વકપ 2018માં રેડ કાર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો. સાંચેજે જાપાન વિરુદ્ધ ગ્રુપ-એચના આ મેચમાં ત્રીજી મિનિટે જ શિંજી કગાવાનો શોટ હાથથી રોક્યો અને રેફરીએ તેને રેડ કાર્ડ દેખાડી દીધું. આ  રીતે કોલંબિયાને મેચની શરૂઆતમાં જ 10 ખેલાડી સાથે રમવું પડ્યું હતું.


આ થયા ગોલ
તેના કારણે જાપાનને પેનલ્ટી મળી, જેને કગાવાએ ગોલમાં ફેરવવામાં કોઇ ભૂલ ન કરી. કોલંબિયાના 10 હજારથી વધુ દર્શકો ખૂબ નિરાશ હતા પરંતુ જુઆન ક્વિંટેરોએ 39મી મિનિટમાં ફ્રી કિક પર ગોલ કરીને પોતાની ટીમને બરોબરી અપાવી. મધ્યાંતર સમયે બંન્ને ટીમ 1-1ની બરોબરી પર હતી. 


બીજા હાફમાં ઓસાકો થવાયો
બીજા હાફમાં બોલ પર વધુ સમય જાપાનનો કબજો કર્યો. આજ કારણે તેને ફાયદો મળ્યો. 10 ખેલાડીઓ સાથે રમી રહેલી કોલંબિયા વિરુદ્ધ જાપાન તરફથી બીજો ગોલ ઓસાકોના નામે રહ્યો. મેચની 73મી મિનિટે ઓસાકોએ મૂવ થયેલા બોલને હેડરની મદદથી નેટમાં પહોંચાડી દીધો. આ સાથે જાપાને કોલંબિયા સામે 2-1ની લીડ બનાવી લીધી હતી.