COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોસ્તોવ-ઓન-ડોન (રશિયા): સ્ટ્રાઇકર લુઈસ સુઆરેજના ગોલની મદદથી ઉરૂગ્વેએ ગ્રુપ-એના મહત્વના  મેચમાં સાઉદી અરબને 1-0થી હરાવી દીધું. બુધવારે રમાયેલા આ મેચમાં સુઆરેજે 23મી મિનિટે ગોલ  કરીને પોતાની ટીમને જીત અપાવી. 


ઉરુગ્વેએ સાઉદી અરબ પર જીતની સાથે નોક આઉટ સ્ટેજમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. આ  જીતની સાથે ઉરુગ્વેને ત્રણ પોઇન્ટ મળ્યા. ઉરુગ્વેની જીતનો ફાયદો યજમાન રૂસને પણ મળ્યો જે  આગામી રાઉન્ડમાં પહોંચી ગયું છે. બીજીતરફ સાઉદી અરબ માટે આગામી રાઉન્ડમાં પહોંચવાની  સંભાવનાઓ સમાપ્ત થઈ ગઈ છે. 


સાઉદી ટીમે મુકાબલામાં વાપસીનો ભરપૂર પ્રયત્ન કર્યો પરંતુ સાઉથ અમેરિકી ટીમે દબાવ બનાવી  રાખ્યો અને તેને રોકી દીધું. લુઈસ સુઆરેજે ઉરુગ્વેના પોતાના 100માં મેચમાં 23મી મિનિટે ગોલ કર્યો.  સુઆરેજને કાર્લોસ સાંચેજના કોર્નરની કિક મળી જેને તેણે આસાનીથી ગોલ પોસ્ટમાં મોકલી દીધી. આ  ઉરુગ્વે માટે તેનો 52મો ગોલ હતો. 


સુઆરેજ ઉરુગ્વે તરફથી ત્રણ અલગ વિશ્વ કપમાં ગોલ કરનારો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. તેને  ગોલકીપર મોહમ્મદ અલ-ઓવૈસની ભૂલનો ફાયદો પણ મળ્યો. 


ઉરુગ્વની ટીમ મજબૂત હતી પરંતુ તે ટૂર્નામેન્ટમાં રેકિંગમાં બીજી સૌથી નિચલા ક્રમાકની ટીમની વિરુદ્ધ  અપેક્ષાનુરૂપ પ્રદર્શન ન કરી શકી. સુઆરેજ ફોર્મમાં ન જોવા મળ્યો. બાર્સિલોનાનો આ સ્ટાર પોતાના  રંગમાં ન હતો.