FIFA World Cup Argentina vs Croatia:  લિયોનેલ મેસીની કેપ્ટનશીપવાળી આર્જેન્ટિનાની ટીમે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. કતારની મેજબાનીમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ મંગળવારે મોડી રાતે ક્રોએશિયાને 3-0થી હરાવી દીધુ. આર્જેન્ટિનાએ 2014 બાદ હવે પહેલીવાર ફાઈનલમાં જગ્યા બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખિતાબ માટે ફાઈનલમાં આર્જેન્ટિનાની ટક્કર બીજી સેમીફાઈનલ કે જે ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે રમાવવાની છે તેના વિજેતા સાથે થશે. આ ખિતાબી મુકાબલો 18 ડિસેમ્બરે ભારતીય સમયાનુસાર રાતે 8.30 વાગે થશે. લિયોનેલ મેસીની વર્લ્ડ કપમાં આ 26મી મેચ હશે. આ મેચમાં ઉતરવાની સાથે જ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે. 


મેચમાં આ પ્રકારે થયા ગોલ
પહેલો ગોલ- 34મી મિનિટમાં આર્જેન્ટિનાની ટીમના કેપ્ટન મેસીએ પેનલ્ટીથી ગોલ કર્યો
બીજો ગોલ- 39મી મિનિટમાં આર્જેન્ટિના માટે જૂલિયન અલ્વારેઝે ગોલ કર્યો
ત્રીજો ગોલ- 69મી મિનિટમાં અલ્વારેઝે જ કેપ્ટન મેસીએ પાસ કરેલા બોલને ગોલપોસ્ટમાં ધકેલી ગોલ કર્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube