દોહાઃ ફીફા વિશ્વકપના રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવી વિશ્વકપ જીતી લીધો છે. આ જીત સાથે લિયોનેલ મેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ થઈ ગયું છે. આર્જેન્ટીનાએ 1986 બાદ વિશ્વકપની ટ્રોફી જીતી છે. મેચમાં આર્જેન્ટીનાએ પ્રથમ હાફમાં આર્જેન્ટીનાએ 2-0ની લીડ મેળવી હતી. પરંતુ બીજા હાફના અંતિમ સમયમાં ફ્રાન્સે વાપસી કરી અને એમ્બાપ્પેએ બે ગોલ કર્યા હતા. ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. જેમાં પણ બંને ટીમોએ એક-એક ગોલ કર્યો હતો. એટલે કે એક્સ્ટ્રા ટાઇમ બાદ સ્કોર 3-3થી બરોબર રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ્બાપ્પેએ 118મી મિનિટે કર્યો ગોલ, ફાઇનલમાં બનાવી હેટ્રિક
118મી મિનિટમાં આર્જેન્ટીના ગોંઝાલો મોન્ટિએલે ફાઉલ કર્યું. તેના હાથ પર બોલ વાગતા ફ્રાન્સને પેનલ્ટી મળી હતી. આ તક પર કેલિયન એમ્બાપ્પેએ ત્રીજો ગોલ કરી સ્કોર 3-3થી બરોબર કરી દીધો હતો. 


મેસ્સીએ એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ કરી આર્જેન્ટીનાની વાપસી કરાવી
લિયોનેલ મેસ્સીએ એક્સ્ટ્રા ટાઇમના બીજા હાફમાં મેસ્સીએ 108મી મિનિટે ગોલ કર્યો હતો. આ ગોલ આર્જેન્ટીનાની જીતમાં નિર્ણાયક સાબિત થયો હતો. 


એમ્બાપ્પેએ કર્યો ધમાકો, બે મિનિટમાં કર્યા બે ગોલ
ફ્રાન્સની ટીમ 80 મિનિટ સુધી મેચમાં પાછળ ચાલી રહી હતી. પરંતુ ફ્રાન્સને પેનલ્ટી કરી હતી. પેનલ્ટી પર કેલિયન એમ્બાપ્પેએ ગોલ કરીને ફ્રાન્સની વાપસી કરાવી હતી. ત્યારબાદ એમ્બાપ્પેએ 82મી મિનિટે જોરદાર કિક મારીને બીજો ગોલ કરી દીધો હતો. 


મેસ્સીએ કર્યો હતો પહેલો ગોલ
ફાઇનલ મેચમાં ડિ મારિયા પર ફાઉલ થયા બાદ આર્જેન્ટીનાને પેનલ્ટી મળી હતી. કેપ્ટન લિયોનેલ મેસ્સીએ 23મી મિનિટ પર ગોલ કરીને આર્જેન્ટીનાને 1-0ની લીડ અપાવી હતી. 


આર્જેન્ટીનાએ કર્યો બીજો ગોલ
ફાઇનલમાં આર્જેન્ટીનાએ 36મી મિનિટ પર બીજો ગોલ કર્યો હતો. આર્જેન્ટીના માટે બીજો ગોલ ડિ મારિયાએ કર્યો હતો. મારિયાએ આર્જેન્ટીનાને મેચમાં 2-0ની લીડ અપાવી હતી. 


ગોલ્ડન બૂટ
1. લિયોનેલ મેસ્સી (આર્જેન્ટીના)- 7 ગોલ
2. કિલિયન એમ્બાપ્પે (ફ્રાન્સ)- 7 ગોલ
3. ઓલિવર જીરુ (ફ્રાન્સ)- 4 ગોલ
4. જૂલિયન અલ્વારેઝ (આર્જેન્ટીના)- 4 ગોલ


આ રહ્યા FIFA ના અત્યાર સુધીના વિજેતાઓ
1930- ઉરુગ્વે
1934- ઇટાલી
1938- ઇટાલી
1950- ઉરુગ્વે
1954- જર્મની
1958- બ્રાઝિલ
1962- બ્રાઝિલ
1966- ઈંગ્લેન્ડ
1970- બ્રાઝિલ
1974- જર્મની
1978- આર્જેન્ટિના
1982- ઇટાલી
1986- આર્જેન્ટિના
1990- જર્મની
1994- બ્રાઝિલ
1998- ફ્રાન્સ
2002- બ્રાઝિલ
2006- ઇટાલી
2010- સ્પેન
2014- જર્મની
2018- ફ્રાન્સ
2022- આર્જેન્ટીના


મેસ્સીએ રચ્યો ઈતિહાસ
લિયોનેલ મેસ્સીએ આ ફાઇનલમાં ઉતરવાની સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ 26 મેચ રમનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલામાં જર્મનીના પૂર્વ દિગ્ગજ લોથર મથાઉસનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 25 મેચ રમી હતી.