FIFA World Cup 2022: રંગારંગ કાર્યક્રમની સાથે થયો ફીફા વર્લ્ડ કપ 2022નો પ્રારંભ, સામે આવી ટ્રોફીની પ્રથમ તસવીર
FIFA World Cup 2022: વિશ્વના કરોડો ફેન્સ જેની રાહ જોઈ રહ્યાં હતા તે ફુટબોલ વિશ્વકપનો પ્રારંભ થઈ ગયો છે. સૌ પહેલા શાનદાર ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. આ દરમિયાન અનેક લોકોએ પરફોર્મ કર્યું હતું.
કતારઃ FIFA World Cup 2022, Jeon Jungkook: ફીફા વર્લ્ડકપ 2022નો પ્રારંભ થઈ ગયો છે. હાલમાં અલ બાયત સ્ટેડિયમમાં રંગારંગ ઓપનિંગ સેરેમની સંપન્ન થઈ છે. આ પહેલા સ્ટેડિયમમાં હાજર આશરે 60 હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી હતી. ત્યારબાદ ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. અલ બાયત સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સની વચ્ચે આ કાર્યક્રમ શરૂ થયો હતો. સ્ટેડિયમમાં હાજર ફેન્સનો જોશ જોવા લાયક હતો. બીટીએસ કેપોપ (BTS' K-pop) સુપરસ્ટાર જિયોન જુંગકુકે પોતાના પરફોર્મંસથી લોકોનું મનોરંજન કર્યું હતું.
જુંગ કૂકનો જલવો જોવા મળ્યો
તો બીટીએસ સિંગગ જુંગ કૂકે પોતાના નવા ટ્રેક ડ્રીમર્સની સાથે ઉદ્ઘાટન સમારોહમાં ધૂમ મચાવી દીધી હતી. જ્યારે હોલીવુડ સ્ટાર મોર્ગન ફ્રીમૈને આ સમારોહમાં આશા, એકતા અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો હતો. આ સિવાય અલ બાયત સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા મળ્યો હતો. આ સમારોહ પહેલા ફ્રાન્ચના દિગ્ગજ માર્સેલ ડેસૈલીએ ફીફા વર્લ્ડ કપ 2022ની ટ્રોફી વિશ્વ સમક્ષ રજૂ કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube