દોહાઃ આર્જેન્ટીના અને ક્રોએશિયા વચ્ચે મંગળવાર (રાત્રે 12.30 કલાકે) યોજનાર ફીફા વર્લ્ડ કપ  (Fifa World Cup) સેમીફાઇનલની સાથે બે દિગ્ગજ ખેલાડીઓ લિયોનલ મેસી (Lionel Messi) અને લુકા મોડ્રિચ (Luka Modric) માંથી કોઈ એકનું વિશ્વકપ જીતવાનું સપનું સંભવતઃ હંમેશા માટે તૂટી જશે. બ્રાઝીલના નેમાર અને પછી પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટૂર્નામેન્ટમાંથી આંસુઓ સાથે વિદાય લઈ ચુક્યા છે અને હવે મેસી કે મોડ્રિચમાંથી એક સપનું તૂટવાનું છે. આર્જેન્ટીનાની ટીમ આ મુકાબલામાં લેફ્ટ બેક માર્કોસ એકુના અને રાઇટ બેક ગોંઝાલો મોનટિએલ વગર ઉતરશે કારણ કે આ બંને પર પ્રતિબંધ છે. આ ટીમ માટે મુશ્કેલી વધારવારૂ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લયમાં ચાલી રહ્યો છે મેસી
લય લિયોનલ મેસીની સાથે છે જેણે આર્જેન્ટીનાને સેમીફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તે ટીમની આગેવાની તે રીતે કરી રહ્યો છે જે રીતે ડિએગો મારાડોનાએ 1986માં આર્જેન્ટીનાના બીજા અને અંતિમ વિશ્વકપ ટાઇટલ દરમિયાન કરી હતી. આર્જેન્ટીના અને ફાઇનલની વચ્ચે હવે ક્રોએશિયાની ટીમ ઉભી છે. માત્ર 40 લાખની જનસંખ્યાવાળા આ દેશે ફુટબોલની સૌથી મોટી ટીમમાંથી એકના રૂપમાં પ્રતિષ્ઠા બનાવી છે અને તેની પાસે રમતના સૌથી શાલીન ખેલાડીઓમાંથી એક મોડ્રિચ છે. 


સેમીફાઇનલ મુકાબલો લુસૈલ સ્ટેડિયમમાં રમાશે જેણે રવિવારે યોજાનાર ફાઇનલની યજમાની કરવી છે. સેમીફાઇનલમાં પાછલા બે વિશ્વકપની રનર્સઅપ ટીમ આમને-સામને હશે. આર્જેન્ટીનાએ 2014 જ્યારે ક્રોએશિયાએ 2018ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આર્જેન્ટીનાએ પાછલા વર્ષે કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું. ક્રોએશિયાની ટીમ કોઈ શોર વગર ચાર વર્ષ પહેલાના પોતાના પ્રદર્શનને પુનરાવર્તિત કરવાની રાહ પર છે જ્યારે ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને આ દરમિયાન ગ્રુપ સ્ટેજમાં આર્જેન્ટીનાને પણ હરાવ્યું હતું. 


આ પણ વાંચોઃ FIFA World Cup: દિલફેંક આશિક છે ફૂટબોલનો સૌથી મોટો સુપરસ્ટાર! ભારતીય હસીના પર ફિદા


મેસી કરી ચુક્યો છે ચાર ગોલ
આર્જેન્ટીનાની શરૂઆત સારી રહી નહીં અને તેણે પહેલા ગ્રુપ મેચમાં સાઉદી અરબ વિરુદ્ધ 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે ત્યારબાદ વાપસી કરતા પોતાની આગામી બે ગ્રુપ મેચ જીતી અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આર્જેન્ટીનાએ ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. મેસી વર્લ્ડ કપમાં ચાર ગોલ કરી ચુક્યો છે અને વિશ્વકપના સર્વોચ્ચ સ્કોરર ફ્રાન્સના કાઇલિયાન એમ્બાપેથી એક ગોલ પાછળ છે. 


ગોલ કે અસિસ્ટ નથી કરી શક્યો મોડ્રિચ
મોડ્રિચે ભલે વર્તમાન વિશ્વકપમાં ગોલ ન કર્યો હોય કે ન કોઈ ગોલ કરવામાં મદદ કરી હોય પરંતુ ક્રોએશિયાની ટીમમાં તેના મહત્વને ઓછુ આંકી શકાય નહીં. રશિયામાં પાછલા વિશ્વકપમાં ક્રોએશિયાએ તમામ નોકઆઉટ મુકાબલા એક્સ્ટ્રા ટાઇમમાં ખેંચ્યા હતા અને પછી અંતમાં ટીમે ફાઇનલમાં ફ્રાન્સ વિરુદ્ધ હારનો કરવો પડ્યો હતો. કતારમાં પણ ટીમે પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલમાં ક્રમશઃ જાપાન અને બ્રાઝીલને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube