નવી દિલ્હીઃ આજથી દુનિયાની સૌથી રોમાંચક રમત ગણાતા ફૂટબોલના વર્લ્ડ કપનો પ્રારંભ. જોકે, વર્લ્ડકપની શરૂઆત પહેલાં જ ગઈ વખતની ચેમ્પિયન ટીમ એક પ્રકારના ઘેરા આઘાતમાં આવી ગઈ છે. કારણકે, આ ટીમને મેચ શરૂ થતાં પહેલાં જ મોટો ઝટકો લાગ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને ફિફા વર્લ્ડકપ પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફોરવર્ડ કરીમ બેન્ઝેમા ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશને રવિવારે કહ્યું કે બેન્ઝેમા જાંઘની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેને ટ્રેનિંગ દરમિયાન આ ઈજા થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોચ ડિડિયર ડેસ્ચેમ્પ્સે કહ્યું કે હું બેન્ઝેમા માટે ખૂબ જ દુઃખી છું. તેણે આ વર્લ્ડકપને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. જોકે, આ ઈજા છતાં મને મારી ટીમ પર પૂરો વિશ્વાસ છે. અમે અમારી સામેના પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. કરીમ બેન્ઝેમા છેલ્લા કેટલાક સમયથી હેમસ્ટ્રિંગની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો. શનિવારે જ્યારે સમસ્યા વધી ત્યારે તેને ટ્રેનિંગ સેશનથી દૂર રહેવું પડ્યું હતું. 2018 ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન ફ્રાન્સ માટે આ પાંચમો મોટો ઝટકો  છે. અગાઉ, ટીમના સ્ટાર મિડફિલ્ડર એનગોલો કાન્ટે અને પોલ પોગ્બા, એનકુકુ અને ડિફેન્ડર કિમ્પેમ્બેને ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયા છે.


ફિફા વર્લ્ડ કપ 2022 ગ્રુપ્સઃ


ગ્રુપ-એઃ ઇક્વાડોર, નેધરલેન્ડ્સ, સેનેગલ, કતાર


ગ્રુપ-બીઃ ઇગ્લેન્ડ, વેલ્સ, યુએસએ, ઇરાન


ગ્રુપ-સીઃ પોલેન્ડ, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો


ગ્રુપ-ડીઃ ફ્રાન્સ, ટ્યૂનિશિયા, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક


ગ્રુપ-ઇઃ કોસ્ટા રિકા, જર્મની, સ્પેન, જાપાન


ગ્રુપ-એફઃ ક્રોએશિયા, મોરક્કો, બેલ્જિયમ, કેનેડા


 ગ્રુપ-જીઃ સર્બિયા, બ્રાઝીલ, કેમરૂન, સ્વિઝરલેન્ડ


ગ્રુપ-એચઃ ઉરુગ્વે, કોરિયા રિપબ્લિક, પોર્ટુગલ, ઘાના


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube