કજાનઃ ફીફા વિશ્વ કપની 21મી સીઝનના પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીના અને ફ્રાન્સ ટકરાશે. વિશ્વ કપની ખરી મજા તો અંતિમ-16 રાઉન્ડથી શરૂ થશે અને દરેક ટીમને વિશ્વ કપ જીતવાનું સપનું પૂરુ કરવાની તક મળશે. જો હાર મળશે તો આ સપનું તૂટી જશે અને જીત મળશે તો વિશ્વ કપ તરફ એક ડગલું આગળ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપની શરૂઆત પહેલા આર્જેન્ટીના અને ફ્રાન્સ બંન્ને ટીમોને ટાઇટલ જીતવા માટે દાવેદાર માનવામાં આવી રહી હતી. હવે આ બંન્ને ટીમ નોકઆઉટમાં આમને-સામને છે તો એક ટીમ બહાર થઈ જશે. આર્જેન્ટીના આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી. ગ્રુપ સ્ટેજમાં તેના પ્રદર્શનથી ઘણા લોકો ઉદાશ થયા હતા, પરંતુ ટીમે જરૂરીયાત સમયે પોતાને સંભાળી અને આગલા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો. 


ફ્રાનસ્ વિરુદ્ધ તેણે આ પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. તે જે પ્રકારે રમ્યું છે તેમ રમશે તો ફ્રાન્સ માટે ક્વાર્ટર ફાઇનલનો માર્ગ ખુલી જશે. આર્જેન્ટીના ટીમની મુશ્કેલી તે છે કે, માત્ર કેપ્ટન મેસી પર નિર્ભર રહે છે. તે જ્યારે ફસાઇ છે ત્યારે આશા કરે છે કે મેસી પોતાનો જાદૂ દેખાડે. 


નાઇઝીરિયા વિરુદ્ધ ગ્રુપ રાઉન્ડના અંતિમ મેચમાં આર્જેન્ટીનાએ જીતની જરૂર હતી અને મેસીએ મેચનો પ્રથમ ગોલ કરીને પોતાની ટીમનું મનોબળ વધાર્યું હતું પરંતુ માર્કસ રોજોએ આર્જેન્ટીના માટે વિજયી ગોલ કર્યો હતો. ફ્રાન્સ માટે પણ આ મેચ પડકારજનક હશે, કારણ કે ગ્રુપ સ્ટેજમાં તેને કોઇ મજબૂત હરીફ મળ્યો નથી. હવે જ્યારે આર્જેન્ટીના જેવી મજબૂત ટીમ અને મેસી જેવો મહાન સ્ટ્રાઇકર આમને-સામને છે તો ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. 


ફ્રાન્સને હરાવવાનો પડકાર
ફ્રાન્સે આ વિશ્વકપમાં એક ગોલ ખાધો છે અને ત્રણ ગોલ કર્યા છે. આ વિશ્વકપમાં ગોલવિહોણો ડ્રો રમનારી એકમાત્ર ટીમ છે. તેણે ગ્રુપ રાઉન્ડના પોતાના અંતિમ મેચમાં ડેનમાર્ક વિરુદ્ધ ડ્રો રમી હતી. આ મેચમાં ફ્રાન્સના ડિફેન્સની આકરી પરીક્ષા થવાની છે તે માટે ટીમના કોચ દિદિર ડેસચેમ્પ્સે ખાસ તૈયારી કરી હશે. તે મેસી વિરુદ્ધ કઈ રણનીતિ સાથે ઉતરે છે તે જોવાનું રહેશે. 


ફ્રાન્સની આશા એન્ટોની ગ્રીજમૈન, પોલ પોગ્બા અને ઉમતિતિ પર ટકી હશે. આ ત્રણેય ખેલાડી એવા છે જે આર્જેન્ટીનાની રમતને પણ જાણે છે અને તેને ટક્કર આપવાની ક્ષમતા પણ ધરાવે છે.