રોસ્તોવ ઓન ડોન (રૂસ): 21માં ફીફા વર્લ્ડ કપ નોકઆઉટ મુકાબલામાં સોમવારે બેલ્જિયમનો મુકાબલો જાપાન સામે થશે. પોતાના ત્રણેય ગ્રુપ મેચોમાં જીત મેળવીને આત્મવિશ્વાસથી ભરપૂર બેલ્જિયમની ટીમ વિરુદ્ધ રમાનાર પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચને જીતીને જાપાનની ટીમ ઈતિહાસ રચવા ઉતરશે. બેલ્જિયમનું લક્ષ્ય રોસ્તોવ એરીનામાં જીતની સાથે ત્રીજી વાર ક્વાર્ટર ફાઇનલની સફર કરવાનું હસે. પોતાના ગ્રુપ સ્ટેજ મેચોમાં પનામા, ટ્યૂનીશિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને હરાવનાર બેલ્જિયમ ટીમનું ડિફેન્સ શાનદાર છે. તેણે માત્ર ટ્યૂનીશિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં બે ગોલ ખાધા હતા, પરંતુ મેચમાં તેણે પાંચ ગોલ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેરી કેનની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમને પણ બેલ્જિયમે ગોલ ન કરવા દીધો અને 1-0થી જીત  મેળવી. તેવામાં ત્રીજા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાના લક્ષ્ય સાથે ઉતરનારી આ ટીમની વિરુદ્ધ જીત મેળવવી જાપાન માટે કોઈ પડકારથી ઓછું નથી. જાપાન માટે આ મેચમાં સૌથી મોટો પડકાર બેલ્જિયમના ડિફેન્સને ભેગીને તેની ગોલ પોસ્ટ સુધી સફર કરવાનો છે. 


જાપાને પોતાના ગ્રુપ સ્ટેજ મેચમાં કોલંબિયાને હરાવ્યું. સેનેગલને ડ્રો પર રોક્યું અને પોલેન્ડ સામે તેને 1-0થી હાર મળી હતી. તેવામાં બેલ્જિયમ સામે જાપાન દબાવમાં હશે. જાપાન પોતાની રમતથી નહીં પરંતુ સારા નસીબની મદદથી અંતિમ-16માં પહોંચી છે. 


ફીફા વર્લ્ડ કપ 2018માં બ્રાઝીલ અને મેક્સિકો વચ્ચે જંગ, હવે નેમાર પર નજર


ગ્રુપ મેચમાં જાપાનની સાહસી રમત
જાપાન જ ગ્રુપ મેચમાં સામેલ કોલંબિયા અને સેનેગલ વચ્ચે રમાયેલી મેચના પરિણામે કોચ અકીરા નિશિનોન ટીમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન અપાવ્યું. વિશ્વ કપમાં પહેલા જ બહાર થનાર કોલંબિયાએ અંતિમ ગ્રુપ મેચમાં સેનેગલને હરાવીને તેને બહાર કરી દીધું. તેવામાં પોલેન્ડ સામે પોતાનો અંતિમ મેચ હારી ચૂકેલી જાપાન સારા નસીબની સાથે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું. તેવામાં આ મહત્વના મેચમાં મિડફીલ્ડર ગેંકી હરાગુની, શિંજી કગાવા અને તાકાશી ઇનુઈએ વધારે સારૂ પ્રદર્શન કરીને બેલ્જિયમના ડિફેન્સને ભેદવાનું રહેશે.