મોસ્કોઃ રૂસમાં જારી 21માં ફીફા વર્લ્ડકપમાં બ્રાઝીલ નોકઆઉટ પહોંચવા માટે ઉત્સાહિત છે. આ વખતે વર્લ્ડ કપમાં આમ પણ ઘણી દિગ્ગજ ટીમો સંઘર્ષ કર્યો છે. જેમાં જર્મની, આર્જેન્ટીના અને બ્રાઝીલનું ખાસ નામ છે. પોતાના છઠ્ઠા વિશ્વકપ ટાઇટલ માટે સંઘર્ષ કરી રહેલી બ્રાઝીલ બુધવારે સર્બિયાને ટક્કર આપવા માટે મેદાન પર ઉતરશે. સર્બિયા અને બ્રાઝીલનો આ મેચ બુધવારે રાત્રે ભારતીય સમયાનુસાર 11.30 કલાકે શરૂ થશે. બ્રાઝીલનો પ્રથમ મેચ સ્વિટ્ઝરલેન્ડ સામે ડ્રો રહ્યો હતો જ્યારે બીજી મેચમાં કોસ્ટારિકા વિરુદ્ધ ઇંજરી ટાઇમમાં બે ગોલ કરીને જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રાઝીલ આ મેચ ડ્રો કરવામાં સફળ રહે તો પણ તે અંતિમ-16માં સ્થાન બનાવી લેશે. તેવામાં સર્બિયા તેને પડકાર આપવા સજ્જ છે. 


સર્બિયાની પાસે આગળના રાઉન્ડમાં પ્રવેશ કરવાનો એક મોકો છે. તે આ મેચ જીતે તો નોકઆઉટમાં જઈ શકે છે, પરંતુ ડ્રો મેચ તેના સપના પર પાણી ફેરવી શકે છે. બીજીતરફ સ્વિટ્ઝરલેન્ડે કોસ્ટા રિકાને હરાવી દીધું તો પણ તેની તમામ મહેનત પર પાણી ફરી જશે. આ મેચમાં સર્બિયા સામે ઘણા પડકારો છે પરંતુ બ્રાઝીલને માત્ર મેચ ડ્રો કરવા મેદાને ઉતરવાનું છે. 


FIFA વર્લ્ડ કપઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની આજે હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર


બ્રાઝીલ પોતાના બંન્ને મેચમાં નબળા ડિફેન્સ અને એટેક બંન્ને સામે ઝઝૂમવુ પડ્યું છે. કોસ્ટા રિકા વિરુદ્ધ તે નિર્ધારિત સમય સુધી સંઘર્ષ કરતું રહ્યું. તેણે બંન્ને ગોલ વધારાના સમયમાં કર્યા. અંતિમ ગ્રુપ મેચમાં બ્રાઝીલની પાસે તેના મિડફીલ્ડર ડગલસ કોસ્ટા અને ડિફેન્ડર ડેનિલો સામેલ નથી. બંન્ને ઈજાગ્રસ્ત છે.