મોસ્કોઃ રૂસમાં જારી ફીફા વર્લ્ડકપના નોકઆઉટ રાઉન્ડના અંતિમ મેચમાં બ્રાઝીલમાં 2014માં રમાયેલા વર્લ્ડકપના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનાર કોલંબિયા ફુટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટની 21મી સીઝનમાં પોતાની તે સફળતાનું પુનરાવર્તન કરવા ઈચ્છે છે. કોલંબિયા માટે અંતિમ-8ની ટિકિટ મેળવવી સરળ નથી, કેમ કે તેની સામે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને ટીમ અંતિમ-16ના છેલ્લા મેચમાં સ્પાર્ટક સ્ટેડિયમમાં ક્વાર્ટર ફાઇનલમાં જવા માટે ટકરાશે. કોલંબિયાનું લક્ષ્ય ન માત્ર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાનું પરંતુ 1998ના વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે થયેલા પરાજયનો બદલો લેવાનું પણ છે. ઈંગ્લેન્ડે આ મેચમાં કોલંબિયાને 2-0થી હરાવ્યું હતું. 


ઈંગ્લેન્ડ 2006 બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું નથી. 1966ની વિજેતા ટીમ માટે આગળ જવું અને પોતાના આલોચકોને ચુપ કરાવવાની તક છે. ઈંગ્લેન્ડની યુવા ટીમ પાસે આવા પ્રદર્શનની આશા ન હતી પરંતુ આ ટીમે બધાને ખોટા ઠેરવ્યા અને પોતાને ટાઇટલની દોડમાં બનાવી રાખી છે. 


ઈંગ્લેન્ડની યુવા ટીમની સામે કોલંબિયાના રાદેમલ ફાલ્કો અને જેમ્સ રોડ્રિગેજને પહોંચી વળવાનો પડકાર હશે. આ બંન્ને અત્યાર સુધી સારા ફોર્મમાં છે અને અનુભવી પણ છે. રોડ્રિગેજને ઈજા છે અને મેચ રમશે કે નહીં તેના પર પણ આશંકા છે. 


આ પડકાર છે ઈંગ્લેન્ડ માટે
ઈંગ્લેન્ડ આ મેચમાં બેલ્જિયમના હાથે 0-1થી હારનો સામનો કરીને આવી છે. તેમના કોચ પહેલા જ કરી ચૂક્યા છે કે આ તેના માટે દશકનો સૌથી મોટો મુકાબલો હશે. કોચ આ મેચને જરાપણ હળવાશમાં લેવા માંગતા નથી. બંન્ને ટીમ વચ્ચે મેચની વાત કરવામાં આવે તો કોલંબિયા ક્યારેય ઈંગ્લેન્ડને હરાવી શકી નથી. ઈંગ્લેન્ડના જીતની જવાબદારી કેપ્ટન હેરી કેન પર હશે, જે ટીમનું સારૂ નેતૃત્વ પણ કરી રહ્યો છે અને આ વિશ્વકપમાં સૌથી વધી ગોલ કરી ચૂક્યો છે. 


ઈંગ્લેન્ડને કોલંબિયાના ડિફેન્સથી મુશ્કેલી થઈ શકે છે જેણે અત્યાર સુધી ગ્રુપ રાઉન્ડમાં એક જ ગોલ ખાધો છે. બીજી બાજુ ઈંગ્લેન્ડના એટેકે અત્યાર સુધી આઠ ગોલ કર્યા છે.