સેન્ટ પીટર્સબર્ગઃ જે નિઝની સ્ટેડિયમમાં ક્રોએશિયાએ આર્જેન્ટીનાને 3-0થી હરાવ્યું હતું તે જ મેદાન પર તેની સામે રાઉન્ડ ઓફ-16માં ડેનમાર્ક ટકરાશે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 100 ટકા રેકોર્ડ રાખનારી ક્રોએશિયાઇ ટીમનું ડિનમાર્ક પર પલડું ભારે લાગી રહ્યું છે. ડેનમાર્ક માટે કરિશમાઇ મિડફીલ્ડર લુકા મોર્દિચ સૌથી વધુ માથાનો દુખાવો સાબિત થઈ શકે છે, જેના પ્લેમેકિંગની તુલના ટીમમાં તેના સાથી ઇવાન રાકોટિચ સ્પેનના આંદ્રેસ ઇનિએસ્તાની સાથે કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરિક્શન મોટી પડકાર
ડેનમાર્કની સાથે મીડફીલ્ડમાં ક્રિસ્ટિયન એરિકસ્ટન જેવા સ્ટાર છે અને ક્રોએશિયાની સામે સૌથી મોટો પડકાર તેને રોકવાનો રહેશે કારણ કે એરિકસ્નને તેના શાનદાર પાસ માટે ઓખળવામાં આવે છે. મોદ્રિચ અને એરિકસ્ન વચ્ચે સીધી ટક્કર નહીં થાય પરંતુ આ બંન્નેમાંથી હોલ પર કોનું સારૂ નિયંત્રણ રહે છે તે તેની ટીમ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. 


ફીફા વર્લ્ડ કપઃ નોકઆઉટમાં આજે રૂસ સ્પેન સામે ટકરાશે, યજમાન રૂસ અપસેટ સર્જવા તૈયાર


મોદ્રિચની પાસે તક
2006માં મોદ્રિચના ડેબ્યૂ કર્યા બાદથી ક્રોએશિયાની ટીમ બે વખત વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે જ્યારે 2010માં ટૂર્નામેન્ટમાં ક્વોલિફાઇ ન કરી શકી. રૂસમાં બે ગોલ કરી ચૂકેલા મોદ્રિચની પાસે ટૂર્નામેન્ટમાં પોતાની છાપ છોડવાની તક છે. 


હેડ ટૂ હેડ
બંન્ને વચ્ચે કુલ પાંચ મેચ રમાઇ છે. તેમાંથી 2 ક્રોએશિયાએ જીત્યા છે, જ્યારે બે ડેનમાર્કના નામે રહ્યાં છે. અન્ય એક મેચ ડ્રો રહ્યો છે.