FIFA World Cup: પોલેન્ડને હરાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં, એમ્બાપ્પેનું અદ્ભુત પ્રદર્શન
FIFA World Cup France vs Poland: આ મેચના હીરો 23 વર્ષીય એમ્બાપ્પે અને ઓલિવિયર રહ્યા હતા. એમ્બાપ્પેએ 2 શાનદાર ગોલ કર્યા હતા, જ્યારે ગિરાડે એક ગોલ કરીને તેની ટીમ ફ્રાંસને સુપર-8 સુધી પહોંચાડી હતી. ફ્રાન્સે છેલ્લી વખત આ ટાઇટલ કબજે કર્યું હતુ. ફ્રાન્સની ટીમ વર્લ્ડ કપના ઈતિહાસમાં 9મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.
FIFA World Cup France vs Poland: કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં રવિવારે રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઈનલની ત્રીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રોબર્ટ લેવાનડૉસ્કીની ટીમે પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું. આ સાથે ફ્રાન્સ પણ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. Kylian Mbappéએ અત્યાર સુધી વર્લ્ડ કપના ઈતિહાસમાં 8 ગોલ કર્યા છે.
આ મેચના હીરો 23 વર્ષીય એમ્બાપ્પે અને ઓલિવિયર રહ્યા હતા. એમ્બાપ્પેએ 2 શાનદાર ગોલ કર્યા હતા, જ્યારે ગિરાડે એક ગોલ કરીને તેની ટીમ ફ્રાંસને સુપર-8 સુધી પહોંચાડી હતી. ફ્રાન્સે છેલ્લી વખત આ ટાઇટલ કબજે કર્યું હતુ. ફ્રાન્સની ટીમ વર્લ્ડ કપના ઈતિહાસમાં 9મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.
ફૂટબોલમાં ફ્રાન્સનો દબદબોઃ
પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે પોલેન્ડ સામે શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. મેચનો પ્રથમ હાફ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થવા જઈ રહ્યો હતો કે તેની એક મિનિટ પહેલા એટલે કે 44મી મિનિટે ઓલિવિયરે મેચનો પહેલો ગોલ કરીને ફ્રાન્સને 1-0ની સરસાઈ અપાવી હતી. આ ગોલમા એમ્બાપ્પે દ્વારા મદદ કરવામાં આવી હતી. આ પછી મેચના બીજા હાફમાં એકવાર ફ્રાન્સે તેની જોરદાર રમત બતાવી હતી. આ વખતે એમ્બાપ્પે આસિસ્ટ કર્યા વિના ગોલ કર્યો અને પોતાની ટીમને 2-0ની લીડ અપાવી. એમ્બાપેએ 74મી મિનિટે ઓસમાન ડેમ્બેલની સહાય પર આ ગોલ કર્યો હતો.
Mbappe ની અદ્ભુત રમતઃ
Mbappeએ ટીમ માટે ત્રીજો ગોલ પણ કર્યો હતો. આ ગોલ 90+1મી મિનિટમાં થયો હતો. આ પછી પોલેન્ડ ટીમના કેપ્ટન લેવાન્ડોવસ્કીએ પણ ગોલ ફટકાર્યો હતો. તેણે 90મી + 9મી મિનિટમાં પેનલ્ટી વડે આ ગોલ કર્યો હતો. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. આ રીતે ફ્રાન્સે 3-1થી મેચ જીતી લીધી હતી.