કલકત્તા: રૂસમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડકપ 2018નો ફીવર દુનિયાભરમાં છવાયેલો છે અને કલકત્તા પોલીસે પણ આ વર્લ્ડકપના ફીવરનો ફાયદો પોતાના એક પ્રચાર અભિયાન માટે કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વર્લ્ડકપમાં જ્યાં લોકો પોતાના મનપસંદ ફૂટબોલ પ્લેયરને જોઇને ખુશ છે, તો બીજી તરફ કલકત્તા પોલીસે પોતાના આ ખાસ સંદેશમાં આર્જેટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીના મીમનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં સનસની ફેલાવી દીધી છે. તેમાં મેસી ફીફા વર્લ્ડકપ મેચમાં પેનલ્ટી પર અસફળ પ્રયત્નને દર્શાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલકત્તા પોલીસના મીમમાં એક તરફ મેસીને આઇસલેંડના ગોલ પોસ્ટની બહારથી પેનલ્ટી પર શોટ લેતાં દર્શાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ કલકત્તાના ટ્રાફીક પોલીસને હેલમેટ વિના બાઇક પર બેઠેલા વ્યક્તિને દંડ ફટાકરતા જોઇ શકાય છે. આ સાથે સંદેશમાં લખવામાં આવ્યું છે ''યુ વિલ નેવર મિસ અ પેનલ્ટી, વી વોન્ટ લેટ યૂ (તમે એકપણ પેનલ્ટીમાં અસફળ નહી થાવ, અમે તમને અસફળ થવા નહી દઇએ)''
 



આ પ્રકારે કલકત્તા શહેરની પોલીસ પશ્વિમ બંગાળના 'સેફ ડ્રાઇવ સેફ લાઇવ'ની પહેલનો પ્રચાર કરી રહી છે. આ પોસ્ટ પર અત્યાર સુધી 5,500 લોકોએ પ્રતિક્રિયા આપી છે અને 2,400 લોકોએ તેને શેર કરી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપમાં જો મેસીએ પેનલ્ટી લીધી હતી તેને મોરક્કોના ગોલકિપરે રોક લીધી હતી જ્યારે મીમમાં તેને ગોલમાંથી જતાં દર્શાવવામાં આવી રહ્યો છે. પોલીસે પેનલ્ટી શબ્દનો ફાયદો ઉઠાવતાં લોકોને એમ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે ફૂટબોલમાં પેનલ્ટી બચાવી શકાય છે પરંતુ કલકત્તા પોલીસની પેનલ્ટી એટલે કે દંડથી બચી ન શકાય.


અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના કલકત્તામાં ફૂટબોલ માટે ખાસ દિવાનગી છે. અહીં ફૂટબોલની લોકપ્રિયતા જોતાં આ પ્રકારનું મીમ બનાવવામાં આવ્યું છે. આ મીમ સાથે સોશિયલ મીડિયાનો એક વર્ગ ખુશ છે અને તેને કલકત્તા પોલીસનું સૌથી શાંદાર અભિયાન ગણાવી રહ્યો છે. 


મેસીના પ્રશંસકો ખુશ નથી કલકત્તા પોલીસની આ પહેલથી
ઘણા લોકો તેની આર્જેટિના અનએ મેસી સાથે તુલના કરી રહ્યા છે અને શરમજનક ગણાવી રહ્યા છે. તેને મેસીનું અપમાન સમજી રહ્યા છે. મેસીના એક પ્રશંસક ચટ્ટરાજ લિયોનેલ અબીરે પ્રશ્નાર્થ ટોનમાં કહી રહ્યા છે કે કયા પ્રકારે મેસીનું અપમાન કરી શકાય. એક વ્યક્તિએ કહ્યું કે 'તમે નિયમ તોડનારાઓની ધરપકડ કરી શકતા નથી, પરંતુ મેસીની મજાક બનાવી શકે છે. કેટલું શરમજનક છે આ. તેના માટે મેસીના પ્રશંસકોએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પેનલ્ટી પર શોટમાં અસફળ રહેવાનો વીડિયો શેર કરી દીધો છે. સાગનિક ઝાએ લખ્યું છે કે ''કેટલીક પેનલ્ટી એવા લોકોને આપવામાં આવે છે, તો ખોટી રીતે પીચ પર પડે છે અને નખરા કરે છે.'' ઘણા લોકોએ કલકત્તા પોલીસના આ પ્રયત્નના વખાણ કર્યા છે. તેમનું કહેવું છે કે પોલીસ સફળ રીતે ચર્ચામાં રહેતા વિષયને લઇને જાગૃતતા ફેલાઇ છે.