સોચિઃ રૂસમાં જારી ફીફા વર્લ્ડકપ 2018ના નોકઆઉટ મુકાબલા શનિવારથી શરૂ થઈ રહ્યાં છે. તેમાં સ્ટાર ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નેતૃત્વમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં શનિવારે પોર્ટુગલનો સામનો ફિશ્ટ સ્ટેડિયમમાં ઉરુગ્વે સામે થશે. પોર્ટુગલ અને ઉરુગ્વે જાણે છે કે, હવે માત્ર જીત જ તેને વિશ્વ કપની રેસમાં બનાવી રાખશે. વિશ્વ કપમાં પ્રથમવાર છે કે આ બંન્ને ટીમો આમને-સામને છે. આમ તો કુલ ત્રણવાર બંન્ને ટીમો એકબીજા સામે ટકરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને ટીમો એકબીજાની ક્ષમતાને જાણે છે, તેથી મહત્વના મેચમાં વિપક્ષી ટીમને હળવાશમાં લેવાની ભૂલ નહીં કરે. પોર્ટુગલની પાસે અત્યાર સુધી વિશ્વકપની ટ્રોફી આવી નથી. આ સમયે તેની ટીમમાં વિશ્વ ફુટબોલના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે અને તેના દમ પર પોર્ટુગલ વિશ્વકપ જીતવાનું સપનું જોઈ રહી છે, પરંતુ માત્ર રોનાલ્ડો પર નિર્ભર રહેવાનું તેને ભારે પડી શકે છે. 


ટીમે મેચ દર મેચ પોતાની રમતમાં સુધાર કર્યો છે અને બાકી ખેલાડીઓએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. ગોલ રોનાલ્ડોના જ વધારે છે. તેણે અત્યાર સુધી ચાર ગોલ કર્યા છે અને ટીમે ત્રણ મેચમાં પાંચ ગોલ કર્યા છે. પોર્ટુગલના સ્ટ્રાઇકર આક્રમક છે અને આ ઉરુગ્વે માટે ખતરો બની શકે છે. 


FIFA World Cup: નોકઆઉટના પ્રથમ મેચમાં ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચે ટક્કર


ઉરુગ્વેની તાકાત તેનું ડિફેન્સ છે
જો ઉરુગ્વેની વાત કરીએ તો ટીમનો દારોમદાર હંમેશાની જેમ લુઇસ સુઆરેજ અને એડિન કવાની પર હશે. આ બંન્ને સિવાય ટીમની તાકાત તેનું ડિફેન્સ રહ્યું છે. ઉરુગ્વેએ ગ્રુપ રાઉન્ડની ત્રણેય મેચમાં એકપણ ગોલ ખાધો નથી. તે બતાવે છે કે, તેનું ડિફેન્સ કેટલું સફળ રહ્યું છે. પરંતુ ગ્રુપ રાઉન્ડમાં મિસ્ત્રને છોડીને કોઈ ટીમ એવી ન હતી, જેનો એટેક ખૂબ મજબૂત હોય કે તેની પાસે વિશ્વના દિગ્ગજ ખેલાડી હોઈ. મિસ્ત્રના મોહમ્મદ સલાહને રોકવામાં ઉરુગ્વે સફળ રહ્યું હતું. 


હવે તેના ડિફેન્સની સામે રોનાલ્ડોનો મજબૂત પડકાર છે, તે ગમે ત્યારે કોઈપણ જગ્યાએથી ગોલ કરવાની ક્ષમતા રાખે છે. ઉરુગ્વેના કોચ ઓસ્કર તબારેજે રોનાલ્ડો માટે રણનીતિ તૈયાર કરી હશે. હવે જોવાનું કે, તેમની રણનીતિ કેટલી સફળ થઆઈ છે અને તેના ખેલાડીઓ રણનીતિ લાગુ કરી શકે છે કે નહીં. 


બીજીતરફ પોર્ટુગલના ડિફેન્સને પણ પડકારનો સામનો કરવો પડશે. સુઆરેજ પણ વિશ્વ ફુટબોલનું મોટું નામ છે. તેનો રોકવો મતલબ ઉરુગ્વેને ઘણી હદ સુધી મેચની બહાર રાખવું.