ફીફા વર્લ્ડ કપઃ નોકઆઉટમાં આજે રૂસ સ્પેન સામે ટકરાશે, યજમાન રૂસ અપસેટ સર્જવા તૈયાર
ફીફા વિશ્વકપના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન યજમાન રૂસને ટક્કર આપવા માટે તૈયાર છે.
મોસ્કોઃ તમામને ચોંકાવીને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનારી યજમાન રૂસની ટીમનો સ્પેનની સાથે મુલાકબલો આ વર્લ્ડ કપનો અંતિમ મેચ થઈ શકે છે. રૂસે સાઉદી અરબ અને ઇજિપ્ત પર અપસેટ સર્જીને જીત મેળવી હતી, પરંતુ અંતિમ લીગ મેચમાં તે હાર્યું હતું. પરંતુ તેના માટે આ મોટી સિદ્ધિ છે કે તે સોવિયત યુગ ખતમ થયા બાદ પ્રથમવાર વર્લ્ડ કપનો નોકઆઉટમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે.
સૂરની ટીમ વિશ્વકપ ફાઇનલ્સ પહેલા આઠ મહિના સુધી કોઈ મેચ જીતી શકી ન હતી પરંતુ ટૂર્નામેન્ટની સરૂઆતમાં તે લય હાસિલ કરવામાં સફળ રહી. ટીમ ગત વર્ષે સ્પેન વિરુદ્ધ 3-3થી ડ્રો રમ્યા બાદ જીત માટે તરસી રહી હતી. રૂસની ટીમ એકવાર ફરી લુજનિકી સ્ટેડિયમમાં રમશે, જ્યાં ટીમે વિશ્વકપની પ્રથમ મેચ રમી હતી અને સ્થાનિક સમર્થકોના સમર્થન વચ્ચે સ્પેન વિરુદ્ધ અપસેટ સર્જવાનો પ્રયત્ન કરશે.
મેસી બાદ હવે રોનાલ્ડોનું પણ સપનું ચકનાચૂર, ઉરુગ્વેએ પોર્ટુગલને 2-1થી હરાવ્યું
ડિફેન્સ છે નબળાઇ
બીજીતરફ સ્પેનની ટીમ અત્યાર સુધી આશા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. ટીમનું ડિફેન્સ તેના માટે માથાનો દુખાવો છે. સર્જિયો રામોસ અને જેરાર્ડ પિકની સેન્ટર બેક જોડી હોવા છતા ટીમે લીગ રાઉન્ડમાં પાંચ ગોલ ખાધા. એક આંકડો તે કહે છે કે હાલના સમયમાં કોઈ તેવી ટીમે ટ્રોફી જીતી નથી જેણે ચારથી વધુ ગોલ ગુમાવ્યા હોય. તેવામાં સ્પેને ટ્રોફી જીતવી છે તો તેણે પોતાની આ નબળાઇને દૂર કરવી પડશે.