સેન્ટ પીટર્સબગ્ર (રૂસ): રૂસમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડકપ 2018માં સ્વિટ્ઝર્લેન્ડની ટીમ મંગળવારે સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં જ્યારે સ્વીડન વિરુદ્ધ અંતિમ-16ના મેચમાં ઉતરશે તો તેનો પ્રયત્ન 64 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવવા પર હશે. બીજીતરફ સ્વીડન પણ 1994 બાદ અંતિમ-8માં પહોંચવા માટે પ્રયત્ન કરશે. સ્વીડન અમેરિકામાં રમાયેલા વિશ્વકપમાં ત્રીજુ સ્થાન મેળવ્યું હતું અને સ્વિટ્ઝર્લેન્ડે પોતાની યજમાનીમાં રમાયેલા વિશ્વકપમાં અંતિમ-8માં પહોંચવામાં સફળ રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ પહેલા તેના ડિફેન્સે શાનદાર કામ કર્યું હતું પરંતુ મેક્સિકો વિરુદ્ધ કોચની આક્રમક નીતિ રંગ લાવી હતી અને ટીમ પોતાના એટેકને મબજૂત કરવામાં પણ સફળ રહી હતી. જો બંન્ને જગ્યાએ સ્વીડન પોતાના ફોર્મને બરકરાર રાખે છે તો તેના માટે સ્વિટ્ઝરર્લેન્ડ હરાવવાનું સરળ થઈ શકે છે. તેમછતાં પણ તે પોતાની વિપક્ષી ટીમને હળવાશથી ન લઈ શકે. તેના માટે ચિંતાનો વિષય તે છે કે મિડફીલ્ડની જવાબદારી સંભાળનાર સેબેસ્ટિયમ લાર્સન આ મેચમાં બહાર થઈ શકે છે. 


સ્વિટ્ઝરલેન્ડ માટે આગામી રાઉન્ડમાં પહોંચવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. તેને ઈતિહાસ બદલવો છે કો દરેક સ્તરે સારૂ પ્રદર્શન કરવું પડશે. સ્વિટ્ઝરલેન્ડે ગ્રુપ રાઉન્ડમાં બ્રાઝીલ અને કોસ્ટારિકાની સાથે ડ્રો રમી અને સર્બિયા વિરુદ્ધ જીત મેળવી હતી. તેવામાં ટીમના સ્ટ્રાઇકર પર તમામ દારોમદાર રહેશે કેમ કે ગોલ કર્યા વિના અંતિમ-8માં પહોંચવું સંભવ નથી. 


સ્વીડને ગ્રુપ રાઉન્ડમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. તેને માત્ર જર્મની સામે હાર મળી હતી. તેણે અંતિમ મેચમાં મેક્સિકોને 3-0થી હરાવ્યું હતું. તેના માટે ચિંતાનો વિષય છે કે ડિફેન્ડર ફાબિયાન સ્કાર અને કેપ્ટન સ્ટીફન લેસ્ટિસ્ટેનર વિના મેદાનમાં ઉતરવું પડશે. આથી તેના અભિયાનને ઝટકો લાગી શકે છે.