કતારઃ ઈરાનમાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનની આગ હવે ફીફા વિશ્વકપ (Fifa World Cup 2022) સુધી પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઈરાનના ખેલાડીઓએ પ્રદર્શનનું સમર્થન કરતા રાષ્ટ્ર ગીત ગાવાનો ઇનકાર કરી દીધો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પહેલા ઈરાન ફુટબોલ ટીમના કેપ્ટન અલીરેઝા ઝહાનબખ્શે કહ્યુ કે ખેલાડી નક્કી કરશે કે તે સરકાર વિરુદ્ધ પ્રદર્શનના સમર્થનમાં રાષ્ટ્રગીત ગાવાની ના પાડશે કે નહીં. ખલીફા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં જ્યારે ઈરાનનું રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું તો તમામ 11 ખેલાડી ચુપ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલાડી જ્યારે મેચ માટે મેદાનમાં ઉતર્યા તો ઈરાનના દરેક 11 ખેલાડીઓ ગંભીર મુદ્દામાં ઉભા હતા. દરેક ખેલાડી આ દરમિયાન ખુબ ભાવુક હતા. આ કારણે કતાર ફીફા વિશ્વકપે વધુ એક વિવાદને જન્મ આપી દીધો છે. 


'વનડે' ની સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બન્યા આ ભારતીય, રોહિતને પણ આપી માત


ધરપકડના ત્રણ દિવસ બાદ તેનું કસ્ટડીમાં મોત થઈ ગયું હતું. તેના પર ઈરાનની અંદર મહિલાઓ સંબંધિત ડ્રેસ કોડના ઉલ્લંઘનનો આરોપ હતો. ડ્રેસ કોડ પ્રમાણે મહસાએ હિજાબ પહેર્યો નહીં જ્યારે ત્યાં મહિલાઓ માટે તે ફરજીતાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube