નવી દિલ્હીઃ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ પર 12મા વિશ્વ કપની ફાઇનલ મેચ યજમાન ઈંગ્લેન્ડ તથા ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. વિશ્વ કપ ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે બંન્ને ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. તો લોર્ડ્સના મેદાન પર આ પાંચમી ઘટના છે જ્યારે વિશ્વ કપની ફાઇનલ મેચ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં-ક્યાં રમાઇ છે વિશ્વ કપની ફાઇનલ મેચ
12મો વિશ્વ કપ પોતાની સમાપ્તી તરફ છે અને આ વખતે ફાઇનલ લોર્ડ્સમાં રમાશે. 1975મા જ્યારે વિશ્વ કપની શરૂઆત થઈ હતી ત્યારે પ્રથમ સિઝનની ફાઇનલ મેચ આ મેદાન પર રમાઇ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી પાંચમી વખત આ મેદાન ફાઇનલ મેચનું સાક્ષી બનશે. લોર્ડ્સ સિવાય વિશ્વ કપ ફાઇનલ મેચ કોલકત્તા, મેલબોર્ન, લાહોર, લોર્ડ્સ, જોબનિસબર્ગ, બ્રિજટાઇન, મુંબઈ તથા મેલબોર્નમાં રમાઇ ચુકી છે. આવો નજર કરીએ અત્યાર સુધી વિશ્વકપની મેચ ક્યાં રમાઇ છે. 


-1975 - લોર્ડ્સ


-1979 - લોર્ડ્સ


-1983 - લોર્ડ્સ


-1987 - કોલકાતા


-1992 - મેલબોર્ન


-1996 - લાહોર


-1999 - લોર્ડ્સ


-2003 - જોહાનિસબર્ગ


-2007 - બ્રિજટાઉન


-2011 - મુંબઈ


-2015 - મેલબોર્ન


-2019 - લોર્ડ્સ *


કોની-કોની વચ્ચે અત્યાર સુધી ફાઇનલમાં થઈ ટક્કર
વિશ્વ કપની ફાઇનલમાં પ્રથમ સિઝનમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા ટકરાયા હતા જેમાં વિન્ડીઝની ટીમ ચેમ્પિયન બની હતી. તો બીજી વખત ઈંગ્લેન્ડની ટીમનો સામનો ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે થયો હતો અને અંગ્રેજ ટીમ ટાઇટલ જીતવાથી ચુકી ગઈ હતી. ત્રીજા વિશ્વકપની ફાઇનલમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તો વિશ્વકપની છેલ્લી સિઝનમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું હતું. 


Worldcup Finals


-1975 - AUS vs WI


-1979 - ENG vs WI


-1983 - IND vs WI


-1987 - AUS vs ENG


-1992 - PAK vs ENG


-1996 - AUS vs SL


-1999 - AUS vs PAK


-2003 - AUS vs IND


-2007 - AUS vs SL


-2011 - SL vs IND


-2015 - NZ vs AUS


-2019 - NZ vs ENG*


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર