Year Ender 2023: વર્ષ 2023 સમાપ્ત થવાનું છે. આ વર્ષ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખુબ યાગદાર રહ્યું. ટીમ ઈન્ડિયા ભલે આ વર્ષે આઈસીસી ટ્રોફી ન જીતી શકી, પરંતુ ક્રિકેટ જગતમાં તેનો દબદબો જોવા મળ્યો છે.  વર્ષે ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કર્યું અને ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર 1 ટીમ બની હતી. વર્ષ 2023માં ભારતીય બેટરોએ એક એવુ કારનામું કર્યું જે આ પહેલા કોઈ ટીમ કરી શકી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય બેટરોનું ઐતિહાસિક પ્રદર્શન
આ વર્ષે ભારતમાં વનડે વિશ્વકપ રમાયો હતો. તેવામાં બધી ટીમોનું ધ્યાન વનડે ક્રિકેટ પર વધુ હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ વનડે સાથે-સાથે ટી20માં પણ પોતાનો જલવો દેખાડ્યો. આ વર્ષે ટી20માં ભારતીય બેટર, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ અને ગાયકવાડે સદી ફટકારી. આ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર છે જ્યારે એક વર્ષમાં એક ટીમના 4 બેટરોએ ટી20માં સદી ફટકારી. આ પહેલા કોઈ ટીમ આ સિદ્ધિ મેળવી શકી નથી. 


શ્રીલંકાએ જોઈ સૂર્યાના બેટથી ગરમી
વર્ષ 2023ની શરૂઆતમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી20 મેચની સિરીઝ રમાઈ હતી. સિરીઝની અંતિમ મેચમાં સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી. સૂર્યાએ માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તો સૂર્યકુમાર યાગવે  51 બોલમાં 112 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા અને નવ સિક્સ ફટકારી હતી. 


આ પણ વાંચોઃ 'હું તારી કારકિર્દી બરબાદ કરી દઈશ', ગર્લફ્રેન્ડે આ સ્ટાર ક્રિકેટરને કેમ આપી ધમકી?


શુભમન ગિલના બેટથી નિકળી ઐતિહાસિક ઈનિંગ
ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ ટી20 સિરીઝ રમી હતી. આ સિરીઝની અંતિમ મેચમાં ગિલે સદી ફટકારી હતી. ગિલે અમદાવાદમાં રમાયેલા મુકાબલામાં અણનમ 126 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 63 બોલનો સામનો કરતા 12 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. તે એક ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20માં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો હતો.


એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો યશસ્વી
એશિયન ગેમ્સ 2023માં ભારત અને નેપાળ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ  મેચ રમાઈ હતી. આ મેચમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ જાયસવાલની ટી20 આંતરરાષ્ટ્રીયમાં પ્રથમ સદી પણ હતી. આ સાથે તે ટી20માં ભારતનો સૌથી યુવા શતકવીર બન્યો હતો. તેણે 21 વર્ષ 279 દિવસની ઉંમરમાં નેપાળ વિરુદ્ધ સદી ફટકારી હતી.


ઋતુરાજ ગાયકવાડ બન્યો વર્ષનો ચોથો શતકવીર
વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે ચોથી ટી20 સદી ગાયકવાડે ફટકારી હતી. ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 મેચમાં 57 બોલમાં 123 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 13 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube