Team India નો આ સ્ટાર ખેલાડી કેમ પોતાના હાથ ઉપર લગાવે છે K અક્ષરનું સ્ટિકર? જાણો રોચક વાત
આ ગેજેટ તમારા બ્લડ ગ્લુકોઝને ટ્રેક કરીને તમારી મેટાબોલિક ફિટનેસ પર કામ કરે છે. તમે આ સાથે અદ્યતન બાયોમાર્કર્સને પણ ટ્રેક કરી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો, આ સ્ટિકર તમારા હાથ પર લગાવવામાં આવે છે.
નવી દિલ્લીઃ ક્રિકેટના મેદાન પર હવે ખેલાડીઓ પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપે છે. વિરાટ કેટલો ફિટ છે તે તેની ફિલ્ડિંગથી જોઈ શકાય છે. તેવામાં હવે કોઈ પણ યંગ પ્લેયર આવે છે તે પોતાની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપે છે. ત્યારે, હવે એટલા બધા ફિટનેસ ગેજેટ્સ અને એપ્સ માર્કેટમાં આવી ગયા છે કે જેનાથી સરળતાથી ખેલાડી પોતાની ફિટનેસ પર કામ કરવા માટે મદદ મળે છે. કઈ એવું જ ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરના બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ કરી રહ્યા છે. ઐય્યર પોતાની દરેક મેચમાં પોતાના હાથ પર K સ્ટિકર ચોટાડી મેદાનમાં ઉતરી રહ્યો છે. ચાલો જણાવીએ કે સ્ટિકરનું રહસ્ય શું છે.
આ સ્ટિકરનો સંબંધ ન તો કેકેઆર સાથે છે ન તો પછી કોઈ મુહિમ સાથે, પણ આ એક ફિટનેસ ગેજેટ છે. આ એક રિયલ ટાઈમ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ કરતું ગેજેટ છે અને સમય સમયે તે હેલ્થ અપડેટ્સ આપે છે. આ એક મોંઘુ ગેજેટ છે. આ ગેજેટ બેંગ્લોરમાં અલ્ટ્રાહ્યુમન નામની સ્ટાર્ટઅપ કંપનીએ તૈયાર કર્યું છે. ઐય્યરે આ કંપની સાથે કરાર કર્યો છે. ગેજેટનું નામ અલ્ટ્રાહ્યુમન એમ-1 છે. તે ફોન સાથે કનેક્ટ થાય છે, જેના પછી તમે સરળતાથી અપડેટ મેળવી શકો છો.
આ ગેજેટ તમારા બ્લડ ગ્લુકોઝને ટ્રેક કરીને તમારી મેટાબોલિક ફિટનેસ પર કામ કરે છે. તમે આ સાથે અદ્યતન બાયોમાર્કર્સને પણ ટ્રેક કરી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો, આ સ્ટિકર તમારા હાથ પર લગાવવામાં આવે છે. જેથી તમારા શરીરમાં દર મિનિટે જે પણ બદલાવ થઈ રહ્યા છે તે તમને ફોન દ્વારા જણાવવામાં આવે છે.
એટલે કે તમારા શરીરને ક્યારે ખાવું જોઈએ, ક્યારે વર્કઆઉટ કરવું જોઈએ. કઈ જીવનશૈલી અપનાવવી જોઈએ, તે સેન્સરની મદદથી બધું જ જણાવે છે. અલ્ટ્રાહ્યુમન કંપનીના સ્થાપક મોહિત કુમાર અને વત્સલ સિંઘલ છે. બંનેએ અગાઉ હાઈપરલોકેટર લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર કંપની Runnr શરૂ કરી હતી, જે વર્ષ 2017માં Zomato દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.