Chess Olympiad: પીએમ મોદીએ ચેસ ઓલંપિયાડનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- રમત સમાજ અને લોકોને જોડે છે
Chennai Chess Olympiad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રથમવાર આયોજીત ચેસ ઓલંપિયાડનું ઉદ્ઘાટન કર્યુ. ઓલંપિયાડનું આયોજન 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ચેન્નઈમાં કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચેસ ઓલંપિયાડની શરૂઆત કરી. પાંચ વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ઓલંપિયાડની મશાલ પીએમ નરેન્દ્ર મોદી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપી. ત્યારબાદ મશાલને ચેન્નઈના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદ અને અન્ય ભારતીય શતરંજ ખેલાડીઓને સોંપી દેવામાં આવી હતી. ઓલંપિયાડ 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મામલ્લાપુરમના પુંજેરી ગામમાં રમાશે.
સમારોહને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, ભારતમાં યોજાઈ રહેલ 44મા શતરંજ ઓલંપિયાડમાં હું તમારા બધાનું સ્વાગત કરૂ છું. ચેસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ શતરંજના ઘર એટલે કે ભારત આવી છે. આ ત્રણ દાયકામાં પ્રથમવાર એશિયા આવી છે. તેમાં ભાગ લેનારી ટીમોની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. શતરંજ ઓલંપિયાડની પ્રથમ મશાલ રિલે આ વખતે શરૂ થઈ છે.
મોઈન અલીએ સૌથી ઝડપી અર્ધસદી ફટકારી, પરંતુ યુવરાજના રેકોર્ડથી ઘણો દૂર રહ્યો
પીએમ મોદીનું થયું જોરદાર સ્વાગત
પ્રથમવાર ભારતમાં યોજાઈ રહેલ શતરંજ ઓલંપિયાડના ઉદ્ઘાટન સમારોહમાં નેહરૂ ઈન્ડોર સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યુ હતું. શતરંજ ઓલંપિયાડના 44ના સત્રના પ્રારંભ પહેલા ચેન્નઈના મુખ્ય વિસ્તારને શાનદાર રીતે શણગારવામાં આવ્યા હતા. સ્ટેડિયમની બહાર રંગ-બેરંગી આકર્ષક રોશની સાથે મોટા આકારના ચેસ બોર્ડ અને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર દેશના ધ્વજ લગાવવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube