W, W, W, W...ટી-20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટોનું વંટોળ; થરથર કાપ્યા બેટ્સમેન, કોણ હતો ભારતનો આ ખૂંખાર બોલર?
Unbreakable Cricket Record: ક્રિકેટ અનિશ્ચિતતાની રમત કહેવાય છે. ઘણા રેકોર્ડ્સ આ પરિભાષાને યોગ્ય સાબિત કરે છે. તેમાંથી એક રેકોર્ડ ટી20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટનો છે, જેણે વિચારવું પણ અસંભવ લાગે છે.
Unique Cricket Records: ટી20 ફોર્મેટમાં 5 વિકેટ લેવી કોઈ વિસ્ફોટક સદીથી ઓછી નથી. જ્યારે કોઈ બોલર આ ફોર્મેટમાં હેટ્રિક લે છે તો આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ તે રેકોર્ડ છે જે આપણે સાંભળ્યા છે, પરંતુ જો અમે તમને કહીએ કે ટી20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટ લીધી તો કદાચ તેના પર કોઈ વિશ્વાસ નહીં કરે. પરંતુ અમે એવા ભારતીય બોલરની વાત કરી રહ્યા છીએ જેણ 'ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે' તે વ્યાખ્યાને સાચી સાબિત કરી છે.
કોણ છે તે ઘાતક બોલર?
અમે વાત કરી રહ્યા છીએ ભારતના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુનની, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચમક્યો નહોતો. પરંતુ ઘરેલૂ સર્કિટમાં મિથુનનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગયું છે. આ બોલર છે જેના નામે ત્રણેય ફોર્મેટમાં હેટ્રિકનો રેકોર્ડ નોંધાયેલો છે. જોકે, તેના નામે ઘરેલૂ ક્રિકેટમાં જ આ રેકોર્ડ નોંધાયેલા છે. અભિમન્યુના આંતરરાષ્ટ્રીય રેકોર્ડની વાત કરીએ તો તેણે માત્ર 4 ટેસ્ટ અને 5 વનડે ભારતીય ટીમ માટે રમી છે. 2010માં ડેબ્યૂ કરનાર અભિમન્યુ મિથુને ટેસ્ટમાં 9 અને વનડેમાં 3 જ વિકેટ લઈ શક્યો છે.
ડેબ્યૂ મેચમાં હેટ્રિક
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભલે અભિમન્યુ લકી સાબિત ના થયો હોય, પરંતુ ઘરેલૂ ટુર્નામેન્ટ્સે તેની કિસ્મત ચમકાવી દીધી છે. તેણે રણજીમાં પોતાની ડેબ્યૂ મેચને યાદગાર બનાવી દીધી હતી. તેણે વર્ષ 2009માં કર્ણાટક તરફથી ડેબ્યૂ કરતા ઉત્તર પ્રદેશ વિરુદ્ધ 60મી ઓવરમાં ખળભળાટ મચાવી દીધો. અભિમન્યુ એ આ ઓવરમાં પીયૂષ ચાવલા, આમિર ખાન તથા આરપી સિંહની સળંગ વિકેટ લઈને હેટ્રિક હાંસિલ કરી હતી.
ટી20માં કર્યો મોટો ચમત્કાર
અભિમન્યુનું નામ ત્યારે અહેવાલોમાં આવ્યું જ્યારે તેણે ટી20ની છેલ્લી ઓવરમાં પંજા ખોલ ચમત્કાર કર્યો. સૈયદ મુશ્તાર અલી ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં તેણે ઈતિહાસ રચ્યો. છેલ્લી ઓવર ફેંકવા આવેલા મિથુને પહેલા બોલથી વિકેટો લેવાનો સિલસિલો શરૂ કર્યો. તેણે ઓવરની પહેલી ચાર બોલ પર હિમાંશુ રાણા, રાહુલ તેવટિયા, સુમિત કુમાર અને અમિત મિશ્રાને આઉટ કરી ખળભળાટ મચાવી દીધો. ત્યારબાદ એક વાઈડ બોલ ફેંક્યો અને 5મા બોલ પર જયંત યાદવની વિકેટ લઈને એક જ ઓવરમાં પંજા ખોલ રમત દાખવી હતી. મિથુનના આ સ્પેલને આજે પણ યાદ કરવામાં આવે છે.