સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓમાં સામેલ છે. બંનેની મિત્રતાના કિસ્સા પણ મશહૂર છે. તેંડુલકરે ગાંગુલી કરતા વહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેની અસર તેમની મિત્રતા પર પડી નહતી. તેંડુલકર હંમેશા શાંત ખેલાડી તરીકે પ્રખ્યાત રહ્યા. તેઓ ભાગ્યે જ ગુસ્સામાં જોવા મળ્યા હશે. બીજી બાજુ ગાંગુલી એક એગ્રેસિવ ખેલાડી તરીકે જાણીતા હતા. તેઓ પોતાની ભાવનાને જાહેર કરવાની એક તક છોડતા નહતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ આવ્યો હતો તેંડુલકરને ગુસ્સો
મેચમાં હાર મળે તો પણ તેંડુલકર વધુ નારાજ જોવા મળતા નહતા. ઉલ્ટું તેઓ આગળની તૈયારીમાં લાગી જતા હતા. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ અગાઉ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે સચિનને એકવાર ખુબ જ ગુસ્સામાં જોયા હતા. તેંડુલકરના ગુસ્સાને જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એટલે સુધી કે મેચમાં હાર બાદ રડવા લાગ્યા હતા. ગાંગુલીને તે વખતે પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો. તેમણે સચિને ક્યારેય આ રીતે જોયા નહતા. 


કર્યો હતો મોટો ખુલાસો
સૌરવ ગાંગુલીએ સ્પોર્ટ્સ એંકર ગૌરવ કપૂરને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતોનો ખુલાસો કર્યો હતો. તેમણે 1996-97માં વેસ્ટ ઈન્ડિઝ સામે બાર્બાડોસ મેચમાં મળેલી હાર બાદની કહાની જણાવી હતી. ગાંગુલીએ કહ્યું હતું કે, "અમારી ટીમ 120 રનના લક્ષ્યાંકને મેળવી શકી નહતી. આ કારણે સચિન ખુબ ગુસ્સામાં હતા. મે ડ્રેસિંગ રૂમમાં પહેલીવાર તેમને રડતા જોયા હતા. તેમણે હારનો ગુસ્સો મારા પર ઉતાર્યો હતો. એટલે સુધી કે તેમણે એવું પણ કહી દીધુ કે જો રન બનાવવા હોય તો સવારે મારી સાથે દોડવું પડશે. જો મારી સાથે ટીમમાં રહેવું હોય તો આવું કરવું પડશે."


ગાંગુલીના જણાવ્યાં મુજબ હાર બાદ કોઈ પણ કેપ્ટનને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. સચિનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સતત મેચ હારી રહી હતી. આ કારણે તેઓ ખુબ નિરાશ હતા. તેંડુલકરની કેપ્ટનશીપમાં ભારત 1996થી વર્ષ 2000 સુધી 25 મેચ રમી. આ દરમિયાન ફક્ત 4 મેચ જીતી. ભારત 9 મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું. 12 મેચમાં હાર્યું હતું. વનડે ક્રિકેટની વાત કરીએ તો 73 મેચોમાં સચિને કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન 23 મેચમાં ટીમને જીત મળી હતી જ્યારે 43માં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ટાઈ પર છૂટી હતી અને 6 મેચમાં પરિણામ સામે આવ્યું નહતું. 


કેમ કરવી પડતી હતી જબરદસ્તી?
સૌરવ ગાંગુલીએ એ શોમાં સચિન તેંડુલકર સાથે પહેલી મુલાકાતની કહાની જણાવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે મે પહેલીવાર સચિનને જોયા તો તેમના લાંબા લાંબા વાળ હતા. તેઓ મુંબઈના હતા તો ભારતીય ક્રિકેટમાં તેમનું નામ વધુ લેવાતું હતું. તે સમયે મુંબઈથી આવતા ખેલાડીઓને લઈને શોર વધુ રહેતો હતો. સચિન ફક્ત બેટિંગ કરતા રહેતા હતા. તેમને જબરદસ્તીથી નેટમાંથી બહાર કાઢવા પડતા હતા. મને તે સમયે લાગ્યું હતું કે આ છોકરો કઈક અલગ છે. હું તેમને ખુબ સારી રીતે જાણું છું.