બર્લિનઃ જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઇકર મારિયો ગોમેજે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃતીની જાહેરાત કરી. ગોમેજે ફેસબુક પોસ્ટના માધ્યમથી પોતાના ફેન્સને સંબોધિત કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોમેજે ફેસબુક પર લખ્યું, રાષ્ટ્રીય ટીમમાં મારો સમય રોમાંચથી ભરપૂર રહ્યો. હંમેશા બધુ સરળ રહ્યું નહીં અને ન તો હું હંમેશા સફળ રહ્યો, પરંતુ ટીમની સાથે મારો સમય શાનદાર રહ્યો. હું ઘણા લોકોને મળ્યો જેની સાથે હું જોડાયેલો રહીશ. હવે સમય આવી ગયો છે કે હું યુવા ખેલાડીઓ માટે જગ્યા બનાવું અને તેને પોતાના સમના પૂરા કરવા અને ખુદને સાબિત કરવાની તક આપું જેથી તે જર્મની માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી શકે. 


ગોમેજે કહ્યું, આવનારા તમામ ખેલાડીઓ શાનદાર છે! હું હમેશા ડીએફબી ટીમ સાથે જોડાયેલો રહીશ અને હું જર્મનીના અન્ય લોકોની જેમ ટીમનો મોટો પ્રશંસક છું. 



33 વર્ષીય ગોમેજે જર્મની માટે 2007માં પોતાનો પ્રથમ મેચ રમ્યો હતો અને 78 મેચમાં કુલ 31 ગોલ કર્યા છે. બાયર્ન મ્યૂનિખના આ પૂર્વ ખેલાડીએ 2010 અને 2018ના ફીફા વિશ્વકપમાં ભાગ લીધો છે અને આ સાથે તે 2008 અને 2012 યૂરોપીય ચેમ્પિયનશિપમાં પણ ટીમનો ભાગ હતો.