FIFA World Cup Women, Kiss Scandal: મહિલા ફીફા વર્લ્ડ કપ (વર્લ્ડ કપ-2023)ની ફાઈનલ મેચ પછી પોતાની ટીમની ખેલાડીને કિસ કરવી (કિસ સ્કેન્ડલ) લુઈસ રુબિયલ્સને ભારે મોંઘી પડશે. સ્પેનની સ્ટાર મહિલા ફૂટબોલર જેન્ની હર્મોસોને સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના તત્કાલીન પ્રમુખ લુઈસ રુબિઆલેસે બધાની સામે કિસ કરી હતી. બાદમાં લુઈસ પર જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે આ કેસમાં ખેલાડીઓ જુબાની આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મરજી વિના કિસઃ
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા મહિલા ફીફા વર્લ્ડ કપ 2023માં સ્પેને ઈંગ્લેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. આ ખિતાબ જીત્યા બાદ સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ લુઈસ રુબિઆલેસે એવોર્ડ સમારોહ દરમિયાન સ્પેનની સ્ટાર ફૂટબોલર જેની હર્મોસોને તેની સંમતિ વિના હોઠ પર ચુંબન કર્યું હતું. આ ઘટના ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બની હતી જ્યાં સ્પેન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ હતી.


હવે ખેલાડીઓની જુબાની-
દરમિયાન, એવા સમાચાર છે કે બે વખતના બેલોન ડી'ઓર વિજેતા એલેક્સિયા પુટેલાસ અને અન્ય બે સ્પેનિશ ખેલાડીઓ લુઈસ રુબિયાલ્સ સંબંધિત કેસમાં ન્યાયાધીશ સમક્ષ જુબાની આપશે. પુટેલાસ, ડિફેન્ડર ઇરેન પરેડેસ અને ગોલકીપર મીસા રોડ્રિગ્ઝ કોચ રુબિયાલ્સ સામેના કેસમાં 2 ઓક્ટોબરે જુબાની આપવાના છે. રૂબિયાલ્સ પણ 15 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થયા હતા. જોકે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


પોતાના પદ પરથી રાજીનામું આપ્યું-
જે ઘટના બાદ રુબિયાલ્સ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. રુબિયાલ્સે પાછળથી સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. લુઈસ રુબિઆલેસને સસ્પેન્ડ કર્યા બાદ 26 ઓગસ્ટના રોજ પેડ્રો રોચાને સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. રૂબિયાલ્સ સ્પેનના ભૂતપૂર્વ ખેલાડી છે અને તે 2018 થી ફેડરેશનના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા.