ગુરૂવારથી ફુટબોલના મહાકુંભનો પ્રારંભ, આ પાંચ ટીમો છે હાલ જીતવા માટે દાવેદાર
ફીફા વિશ્વકપ-2018 14 જૂનથી 15 જૂલાઇ સુધી ચાલશે. આ વિશ્વકપમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે.
નવી દિલ્હીઃ ગુરૂવાર (14 જૂન)થી ફુટબોલ વિશ્વકપ રૂસમાં શરૂ થઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 32 ટીમો વિશ્વ ચેમ્પિયન બનવા માટે સંઘર્ષ કરશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 64 મેચ રમાશે. ફુટબોલના આ મહાકુંભના મુકાબલા રૂસના 11 શહેરોમાં આયોજીત થશે. હાલના ફીફા રેન્કિંગમાં ટોપ-5 પર રહેલી ટીમ જીતવા માટે દાવેદાર છે. આવો તો એક નજર કરીએ તેની તાકાત અને નબળાઇઓ પર..
5. આર્જેન્ટીના
બે વખત વિશ્વકપ ચેમ્પિયન આર્જેન્ટીના આ વખતે ત્રીજા ટાઇટલ માટે મેદાને ઉતરશે. ગત વિશ્વકપમાં આર્જેન્ટીનાએ મેસીના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ફાઇનલમાં રનર્સઅપ રહી હતી. મેસ્સીના ફેન્સને આ વખતે પોતાના સ્ટાર જાદૂગર પાસે આશા છે કે તે આર્જેન્ટીનાને વિશ્વકપ અપાવે.
તાકાતઃ ટીમની સૌથી મોટી તાકાત તે છે તે તેની પાસે વર્તમાન ફુટબોલ જગતનો સૌથી મોટો સ્ટાર મેસ્સી હાજર છે. મેસ્સી સિવાય આ ટીમની અન્ય તાકાત પર નજર કરીએ તો, તેની પાસે ફોરવર્ડ લાઇમાં ગોંજાલો હિગુએન, મેસ્સી, પાઉલો ડેબાલા અને સર્ગિયા અગુએરો જેવા સ્ટાર ખેલાડી છે. જે કોઇપણ સ્થિતિમાં ગોલ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું મિડફીલ્ડ અનુભવી ખેલાડીઓના હાથમાં છે.
નબળાઇઃ આર્જેન્ટીનાનું ડિફેન્સ પહેલા જેવું દમદાર નથી. આ ટીમની સૌથી મોટી ચિંતા હશે. મજબૂત ડિફેન્સની સાથે-સાથે આ વખતે આર્જેન્ટીના પાસે એક મુખ્ય ગોલકીપરની પણ કમી છે કારણ કે, ગત વિશ્વ કપમાં ટીમમાં રહેલા ગોલકીપર સર્જિયો રોમેરો ઈજાને કારણે પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બરાર થઈ ગયો છે. આ ટીમ માટે મોટો ઝટકો છે.
4. પોર્ટુગલ
ભલે પોર્ટુગલની ટીમ અત્યાર સુધી એકપણ વિશ્વકપનું ટાઇટલ જીતી ન શકી હોય પરંતુ આ ટીમ ફીફા રેન્કિંગમાં હંમેશા ટોપ-10 ટીમમાં સામેલ રહી છે. પોર્ટુગલે આ વખતે પોતાની ટીમ પાસે આજ આશા છે કે વિશ્વકપનો દૂકાળ દૂર થાઈ અને પોતાની ટીમ ચેમ્પિયન બને.
શક્તિઃ ટીમની શક્તિની વાત કરીએ તો, તેની પાસે આર્જેન્ટીના સ્ટાર મેસ્સી જેટલું મોટું નામ રોનાલ્ડોના રૂપમાં છે. રોનાલ્ડો એવું નામ છે કે તે કોઇપણ વિરોધી ટીમમાં ભૂકંપ લાવી શકે છે. આ સિવાય પોર્ટુગલ ટીમ પોતાના મજબૂત ડિફેન્સ માટે જાણીતી છે. તેની વિરુદ્ધ ખાસ કરીને જે ટીમ થોડી મજબૂત છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે ડિફેન્સિવ રમતા તેના ખેલાડી વિપક્ષી ટીમ પર ગોલ કરવાને લઈને એટેક કરવાનું ભૂલી જાઈ.
નબળાઇઃ આ ટીમની નબળાઇ તે છે કે તેની પાસે અન્ય ટીમો જેટલા યુવા ખેલાડી વધુ નથી. ભલે તેની ટીમ અનુભવી હોઈ, પરંતુ કોઇ ટીમની યુવા ફોજ સાથે તેની ટક્કર હોઈ, તો તે એટલી ઝડપ નહીં દેખાડી શકે, જેટલી તેની ટીમને જરૂર હોઈ.
3. બેલ્જિયમ
પોર્ટુગલની જેમ જેલ્જિયમ પણ ક્યારેય વિશ્વકપ જીત્યું નથી. આ ટીમ પાસે આ 13મો અવસર છે, જ્યારે ટીમ ફીફા વિશ્વ કપમાં રમવા ઉતરશે. છેલ્લા કેટલાક સમયથી ટીમે પોતાની રમતમાં શાનદાર સુધારો કર્યો છે અને તે હવે ફીફા રેન્કિંગમાં ટોપ-5 ટીમમાં સામેલ છે. બેલ્જિયમના નામે ભલે વિશ્વકપ ટાઇટલ ન હોઈ પરંતુ તે આ ટૂર્નામેન્ટમાં હાર્ક હોર્સ સાબિત થઈ શકે છે.
તાકાતઃ ટીમની તાકાતની વાત કરીએ તો, તેની પાસે ગેમના દરેક ક્ષેત્ર ડિફેન્સ, ફોરવર્ડ, ગોલ કીપિંગમાં 3-3 ખેલાડીઓનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જે કોઇપણ ટીમને પડકાર આપવા માટે મજબૂત બનાવે છે. ટીમમાં કેવિન ડે બ્રયૂન, જૈન વેર્ટોગન અને રાડજા સરીખે નામ છે, જે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં શાનદાર ફોર્મમાં રહ્યાં છે.
નબળાઇઃ ટીમની સૌથી મોટી નબળાઇ તે રહી છે કે, તેની પાસે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ લાવવા માટે કોઇ એવો ખાસ રેકોર્ડ નથી, જેના દમ પર તે પ્રેરિત કરી શકે. બેલ્જિયમના ખાતામાં કોઈ મોટી સિદ્ધિ હોય તો તે 1920માં ઓલંમ્પિક ટાઇટલ જીત્યું હતું, જે આશરે 100 વર્ષ જૂની વાત થઈ ગઈ છે.
2. બ્રાઝીલ
5 વખતની વિશ્વ વિજેતા આ વખતે પણ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. ભલે બ્રાઝીલની ટીમે અત્યાર સુધી સૌથી વધુ વખત વિશ્વ કપ જીત્યો હોઈ, પરંતુ 2002 બાદ અત્યાર સુધી આ ટીમના હાથ ટ્રોફીથી દૂર છે. આ વખતે બ્રાઝીલ એકવાર ફરી છઠ્ઠીવાર આ ટ્રોફી પર કબજો કરવા ઉતરશે.
તાકાતઃ બ્રાઝીલની ટીમમાં ભલે એકમાત્ર મોટુ નામ નેમારનું હોઈ, પરંતુ આ ટીમમાં એકસાથે મળીને રમવાની શાનદાર ક્ષમતા છે અને ફેન્સને પોતાના ખેલાડીઓમાં જૂના સ્ટાર્સ જેવા રોનાલ્ડિનો, કાકા, રોનાલ્ડોની ઝલક દેખાઈ રહી છે.
નબળાઇઃ ટીમમાં મોટા નામ અને અનુભવ ન હોવો તેની નબળાઇ બની શકે છે. તેના ડિફેન્ડર ખેલાડી ઉત્સાહિત થઈને ભૂલ કરે છે, જેથી વિરોધી ટીમને અવસર મળી જાઈ છે. ટીમના ડિફેન્ડર્સ એટેકને મજબૂત કરવાનો અવસર શોધે છે, જેનાથી ગેપ બને છે, જે તેને ડૂબાળી શકે છે. ટીમ આ નબળાઇની કિંમત ઘણીવાર ચૂકવી છે. પરંતુ આમ છતા ટીમનો એક જ મંત્ર છે કે ડિફેન્ડની સૌથી સારો રણનીતિક એટેક છે અને તેથી કોઇપણ ટીમ હોઈ તે આની વિરુદ્ધ માત્ર વધુમાં વધુ ગોલ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરે છે.
1. જર્મની
જર્મન ટીમ આ વખતે વર્લ્ડ કપનો ચોથો ખિતાબ પોતાના નામે કરવા મેદાને ઉતરશે. ટાઇટલની ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની પોતાના વિરોધીઓની કોઇપણ તાકાતને માત દેવાની ક્ષમતા રાખે છે.
તાકાતઃ આમ તો જર્મનીની ટીમમાં બીજી ટીમની જેમ- રોનાલ્ડ, મેસ્સી અને નેમાર જેવા સ્ટાર ખેલાડી નથી, પરંતુ જર્મન ટીમ સારી રીતે સમજે છે કે, આ ગેમ વ્યક્તિગત સ્ટારથી વદુ ટીમ ગેમ છે અને જર્મની વર્ષોથી એકજૂથ થઈને વિરોધી ટીમને ચિત કરવાની શૈલી જાણે છે.
નબળાઇઃ તેમાં કોઇ શકાં નથી કે જર્મનીની ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી ફેવરિટ ટીમ છે. પરંતુ તેની કમજોરીની વાત કરીએ તો, તે છે દબાવ. ગત વિશ્વકપની આ ચેમ્પિયન ટીમ પાસેથી ફેન્સને બીજીવાર આ પ્રદર્શન કરવાની આશા છે. આ સિવાય તેના સ્ટાર ગોલકીપર મૈનુએલ નોએરે ઈજામાંથી બહાર આવીને વાપસી કરી લીધી છે, પરંતુ વિશ્વકપ પહેલા તેના ફોર્મને ચકાસવાનો અવસર મળ્યો નથી. આ સિવાય ટીમના ગત વિશ્વકપની વિજેતા સ્ટાર ખેલાડી લાહમ, શેવિંસ્ટીગર અને મેરટેસૈકર રિટાયર થઈ ગયા છે. તેવામાં હવે યુવા ખેલાડી કીમિસ પાસેથી જર્મન ટીમને ખૂબ આશા છે.