નવી દિલ્હી: ગુરુવારે આઈપીએલની 14 મી સીઝનમાં રમાયેલી બીજી મેચમાં કેકેઆર દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટના અંતરે હારી ગયુ હતુ. અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં કેકેઆરની આ પાંચમી અને સતત ત્રીજી હાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હાર બાદ કેકેઆર માટે પ્લેઓફ જવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત રાખવા માટે તેણે બાકીની 7 મેચમાંથી 6 મેચ જીતવાની રહેશે. ખેલાડીઓના વર્તમાન ફોર્મને જોતા કિંગ ખાનની ટીમ કોઈ જાદુગર દેખાતી નથી.


આ પણ વાંચો:- ભારતમાં નહીં અહીં રમાઈ શકે છે ICC T20 World Cup 2021, બીસીસીઆઈના અધિકારીએ કરી પુષ્ટિ


મોટા ખેલાડીઓએ વધુ સારું પ્રદર્શન કરવું પડશે
આવી સ્થિતિમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન ઇયોન મોર્ગને દિલ્હી સામેની હાર બાદ કહ્યું કે જો ટીમને લીગમાં આગળ વધવું છે તો મોટા નામને સારું પ્રદર્શન કરવું પડશે. મોર્ગને મેચ બાદ કહ્યું કે, તે નિશ્ચિતરૂપે ખૂબ જ નિરાશાજનક છે.


અમે બેટિંગમાં ધીમી શરૂઆત કરી અમારી બોલિંગ ખૂબ જ સાધારણ રહી. એકંદરે તે ટીમનું નિરાશાજનક પ્રદર્શન હતું. જો આપણે ટુર્નામેન્ટમાં આગળ વધવું છે, તો મોટા નામોએ સારું પ્રદર્શન કરવું પડશે.


આ પણ વાંચો:- IPL-14 માં '171'ની માયાજાળ, આ સ્કોર પર કેમ અટકી જાય છે પહેલાં બેટિંગ કરનારાની ઈનિંગ્સ?


એક સાથે ના ચાલી બેટિંગ અને બોલિંગ
મોર્ગને વધુમાં કહ્યું કે, અત્યાર સુધી અમારી બોલિંગ અને બેટિંગ કોઈ પણ મેચમાં સાથે ચાલી નથી. માવીએ છેલ્લી મેચમાં સતત ચાર ઓવર નાખી હતી, પરંતુ આ મેચમાં જે થયું તે તમે જાણો જ છો.


પેટ કમિન્સ ગત વર્ષે અમારા માટે નવા બોલર હતા, પરંતુ આ વખતે તે આપણા ડેથ બોલર છે. જો કે, ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ખૂબ સારું છે અને છોકરાઓ તેમની ભૂલોથી શીખવા માંગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube