IPL 2019: વિદેશી ખેલાડીના રૂપમાં પણ અલગ જવાબદારી હોય છેઃ રબાડા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ 4 વિકેટ ઝડપીને દિલ્હી કેપિટલ્સ (DC)ને જીત અપાવનાર ફાસ્ટ બોલર કગિસો રબાડાએ કહ્યું કે, લીગમાં એક વિદેશી ખેલાડીના રૂપમાં તમારી પોતાની અલગ જવાબદારી હોઈ છે.
હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ 4 વિકેટ ઝડપીને દિલ્હી કેપિટલ્સ (DC)ને જીત અપાવનાર ફાસ્ટ બોલર કગિસો રબાડાએ કહ્યું કે, લીગમાં એક વિદેશી ખેલાડીના રૂપમાં તમારી પોતાની અલગ જવાબદારી હોઈ છે. દિલ્હીએ રવિવારે અહીં રમાયેલા મેચમાં હૈદરાબાદને 39 રનથી પરાજય આપ્યો હતો.
મેચ બાદ રબાડાએ કહ્યું, અમારી પાસે અમારી યોજનાઓ છે અને અમે તે પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને આશા છે કે, તેનાથી ફાયદો થશે અને વધુમાં વધુ આમ થાય છે. અત્યાર સુધી આમ થયું છે, તમારી તમારી ગતિમાં વિવિધતા લાવવાની જરૂરીયાત હોય છે. અમે ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ખાસ કરીને જો વિકેટ તે પ્રકારના ફેરફારના પક્ષમાં હોય. અમને આ વસ્તુથી ફાયદો થયો.
ટાઇગર વુડ્સની સિદ્ધિ, 11 વર્ષ બાદ જીત્યું 15મું મેજર ટાઇટલ
રબાડાએ કહ્યું, ઘણી માર્ગે એક વિદેશી ખેલાડીના રૂપમાં તમારી પોતાની અલગ જવાબદારી હોય છે. મને બસ તે લાગે છે કે, તમારે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. અમે બધા વિભાગોમાં કામ કરી રહ્યાં છીએ અને તેનાથી અમને ઘણો ફાયદો થયો છે.