નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના એક સ્ટાર ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે. હકીકતમાં આ ખેલાડી હવે બીજા દેશમાં વસવા જઈ રહ્યો છે. તેવામાં આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ટીમથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડી હવે એક નાના દેશની ક્રિકેટ ટીમ તરફથી રમતો જોવા મળશે. આ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીએ લીધો મોટો નિર્ણય
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર જો બર્ન્સે પોતાના કરિયરને લઈને મોટો નિર્ણય કર્યો છે. જો બર્ન્સે ખુલાસો કર્યો છે કે તે પોતાના શાનદાર ક્રિકેટ કરિયરમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે. નોંધનીય છે કે બર્ન્સને ફેબ્રુઆરીમાં એડિલેડમાં સાઉથ ઓસ્ટ્રેલિયાની સાથે રમાનારી શેફીલ્ડ શીલ્ડના આઠમાં રાઉન્ડના મુકાબલા માટે ક્વીન્સલેન્ડ માટે પસંદ કરવામાં આવ્યો નહીં. તેના થોડા સમય બાદ તેના ભાઈનું નિધન થયું હતું. પછી એપ્રિલમાં બર્ન્સને ક્વીસલેન્ડની 2024-2025ની કરાર યાદીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે તેણે બીજા દેશ માટે રમવાનો નિર્ણય કર્યો છે.


આ દેશ માટે રમશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
જો બર્ન્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે તે આગામી 2026 ટી20 વિશ્વકપ ક્વોલીફાઇંગ ટૂર્નામેન્ટ માટે ઈટલીની રાષ્ટ્રીય ટીમ માટે રમશે અને તે પોતાના દિવંગત ભાઈને સન્માનિત કરતા જર્સી નંબર 85 પહેરશે. બર્ન્સે લખ્યું કે આ માત્ર એક નંબર નથી અને આ માત્ર એક જર્રી નથી. આ તે લોકો માટે છે, જેના વિશે મને ખ્યાલ છે કે તે ઉપરથી ગર્વથી નીચે જોઈ રહ્યાં હશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મારા ભાઈનું દુખદ નિધન થઈ ગયું. 85 તેનો છેલ્લો નંબર હતો, જ્યારે તે સબ-ડિસ્ટ્રિક્ટમાં નોર્ધર્ન ફેડરલ્સ માટે રમ્યો હતો (અને તેનું જન્મ વર્ષ પણ આ હતું).


બર્ન્સે આગળ લખ્યું કે મારા ભાઈના મૃત્યુ બાદના દિવસ, સપ્તાહ અને મહિના માટે માટે સૌથી મુશ્કેલ રહ્યાં છે, જેની હું ક્યારેય કલ્પના પણ ન કરી શકું. મને ખબર છે કે આ શર્ટ તેની આત્માને આગળ લઈ જશે અને મને શક્તિ આપશે. બર્ન્સે આગળ લખ્યું કે મને 2026ના વિશ્વકપ માટે ઇટલીનું પ્રતિનિધિત્વ કરવા પર ખુબ ગર્વ છે.


આ પણ વાંચોઃ IPL 2024: અભિષેક શર્માથી લઈને મયંક યાદવ સુધી, IPL એ આપ્યાં આ 5 Future Stars


9 થી 16 જૂન વચ્ચે રમાશે ક્વોલીફાયર મેચ
ઇટલી 9થી 16 જૂન વચ્ચે રોમના બે મેદાનોમાં રમાનાર ક્વોલીફાયર એ ઉપ-ક્ષેત્રીય ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. ઇટલીની ટીમ ફ્રાન્સ, ઓઇલ ઓફ મેન, લક્ઝમબર્ગ અને તુર્કીની સાથે ગ્રુપ એમાં છે, જ્યારે ગ્રુપ-બીમાં ઓસ્ટ્રિયા, હંગરી, ઇઝરાયલ, પોર્ટુગલ અને રોમાનિયા સામેલ છે. બંને ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમો ક્ષેત્રીય ફાઇનલમાં પહોંચશે, જ્યાં તેનો સામનો અન્ય ઉપ-ક્ષેત્રીય ટૂર્નામેન્ટના વિજેતાઓ સાથે થશે. તે ક્ષેત્રીય ફાઇનલમાંથી બે ટોપ ટીમો યુરોપ ક્વોલીફાયરના રૂપમાં 20 ટીમોના 2026 ટી20 વિશ્વકપ માટે આગળ વધશે. 


જો બર્ન્સનું આંતરરાષ્ટ્રીય કરિયર
જો બર્ન્સે ઓસ્ટ્રેલિયા માટે કુલ 23 ટેસ્ટ મેચ અને 6 વનડે મેચ રમી છે. ટેસ્ટ મેચમાં તેણે 36.97ની એવરેજથી 1442 રન બનાવ્યા, જેમાં 5 અડધી સદી અને ચાર સદી સામેલ છે. તો વનડેમાં તેના નામે 24.33ની એવરેજથી 146 રન નોંધાયેલા છે. બર્ન્સે ઓસ્ટ્રેલિયા માટે પોતાની છેલ્લી મેચ વર્ષ 2020માં રમી હતી.