Crickter Dead in Bengal: હાલ ક્રિકેટ જગતના એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એક 39 વર્ષના ક્રિકેટરે અચાનક ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. બંગાળના પૂર્વ રણજી ટ્રોફી સુવોજિત બેનર્જીને સોમવારે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું. તેનાથી આખા પરિવારમાં શોકની લહેર ફરી વળી છે. બંગાળના પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ તેમના નિધન ર શોક વ્યક્ત કર્યો. સુવોજિતે વિજય હજારે ટ્રોફીમાં બંગાળના પ્રતિનિધિત્વ કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણજી ટ્રોફીમાં રમવાનો અનુભવ
સુવોજિતે 2014માં ઓડિશા વિરુદ્ધ વિજય હજારે ટ્રોફીમાં બંગાળ માટે ડેબ્યૂ કર્યું અને ત્રણ રણજી ટ્રોફીની રમતોમાં પણ ભાગ લીધો. પરિવારના લોકો અનુસાર, બેનર્જી સવારે નાસ્તા બાદ સોલાપુરમાં પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો. થોડાક કલાકો પછી જ્યારે 39 વર્ષીય ખેલાડીએ પોતાના માતા-પિતાને ફોનનો જવાબ આપ્યો નથી. ત્યારબાદ ડોક્ટર્સને બોલાવવામાં આવ્યા. તેમણે સુવોજિતને મૃત જાહેર કરી દીધો.


લક્ષ્મી રતન શુક્લાએ શું કહ્યું?
સુવોજિત અત્યારે પણ સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના હવાલાથી લક્ષ્મી રતન શુક્લાએ કહ્યું, તે એક ટીમમેટ અને આકર્ષક છોકરો હતો. ઘરેલૂ ક્રિકેટમાં તેના પ્રદર્શને તે સમય તમામ લોકોનું ધ્યાન ખેચ્યું અને બંગાળ ટીમમાં તેની પસંદગી આશા પ્રમાણે હતી.


જમણા હાથનો બેટ્સમેન હતો સુવોજિત 
જમણા હાથનો બેટ્સમેન અને પાર્ટ-ટાઇમ ઓફ-સ્પિનર રહેલા સુવોજિત 2008-09 થી 2016-17 સુધી ઘરેલું ક્રિકેટમાં પૂર્વ બંગાળ માટે રમ્યો. તેણે બે વખત ટીમનું નેતૃત્વ કર્યું. તેમના નિધનથી બંગાળ ક્રિકેટ સહિત દરેકને આશ્ચર્ય થયું છે.