પૂર્વ ચેમ્પિયન નડાલ અને ફેડરર ઇન્ડિયન વેલ્સમાં જીત્યા
વિશ્વનો નંબર-2 ખેલાડી સ્પેનનો રાફેલ નડાલે એટીપી ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી જ્યારે રોજર ફેડરર પણ છઠ્ઠા ટાઇટલના અભિયાનમાં આગળ વધવામાં સફળ રહ્યો છે.
અમેરિકાઃ વિશ્વનો નંબર-2 ખેલાડી સ્પેનનો રાફેલ નડાલે એટીપી ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી જ્યારે રોજર ફેડરર પણ છઠ્ઠા ટાઇટલના અભિયાનમાં આગળ વધવામાં સફળ રહ્યો છે. ઈન્ડિયન વેલ્સમાં ત્રણ વખત વિજેતા રહેલા નડાલે રવિવારે માત્ર 72 મિનિટમાં જેયર્ડ ડોનાલ્ડસનને 6-1, 6-1થી પરાજય આપ્યો હતો. તે આગામી રાઉન્ડમાં આર્જેન્ટીનાના ડિએગો શ્વાર્ટ્ઝમેન સામે ટકરાશે.
ડિએગોએ સ્પેનના રોબર્ટો કારબરેલ્સને 6-3, 6-1થી હરાવ્યો હતો. ફેડરરે જર્મનીના પીટર ગોજોવિક વિરુદ્ધ સીધા સેટમાં 6-1, 7-5થી જીત નોંધાવી હતી. ગોજોવિકે ફેડરરને બીજા રાઉન્ડમાં ટક્કર આપી હતી. ફેડરરનો સામનો આગામી રાઉન્ડમાં પોતાના સામનો સ્ટેન વાવારિંકા અને હંગરીના 29માં વરીય માર્ટન ફુકોવિચ વચ્ચે થનારા મેચના વિજેતા સામે થશે.
દિવસના અન્ય મેચોમાં જાપાનના કેઈ નિશિકોરીએ ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-4, 4-6, 7-6થી હરાવ્યો જ્યારે પોવેન્ડના હર્બર્ટ હુરકાજે ફ્રાન્સના લુકાસ પાઉલીને 6-2, 3-6, 6-4થી પરાજય આપ્યો હતો. હવેના રાઉન્ડમાં નિશિકોરી અને હર્બર્ટ આમને-સામને હશે.