નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) આ દિવસોમાં ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ જોઈ રહ્યો છે. રૈનાને આશા હતી કે તે પોતાના આઈપીએલ પ્રદર્શનથી ટી20 વિશ્વકપ માટે ટીમમાં પોતાની વાપસીનો દાવો રજૂ કરશે. પરંતુ કોવિડ-19ના સંક્રમણે તેની આશા પર પાણી ફેરવી દીધું છે. આ ઘાતક વાયરસને કારણે આઈપીએલ અચોક્કસ સમય માટે સ્થગિત છે. આ વચ્ચે રૈના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સ સાથે સતત સંપર્કમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસ પહેલા રૈનાએ કહ્યું હતું કે સિલેક્ટરોએ મને ટીમની બહાર રાખ્યો, પરંતુ તેણે મને ક્યારેય કારણ જણાવ્યું નથી આખરે તે મારી પાસેથી શું ઈચ્છે છે. હું શું ટાર્ગેટ હાસિલ કરુ, જેથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકુ. આ વચ્ચે એમએસકે પ્રસાદે રૈનાના આરોપને ખોટા ગણાવતા કહ્યુ હતુ કે તેમણે રૈના સાથે આ સંદર્ભમાં ખુદ વાત કરી હતી અને પતાના રૂમમાં બોલાવી વિસ્તારથી ચર્ચા કરી હતી. 


એમએસકે પ્રસાદે આ બેટ્સમેનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, 'રૈનાનું ટીમમાં પરત ન આવવાનુ કારણ તેનું ખરાબ પ્રદર્શન છે. ન તો તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ કર્યુ ન તો આઈપીએલમાં કરી શક્યો. ત્યારબાદ મેં રૈનાને તેની વાપસીનો રોડમેપ સમજાવ્યો હતો. તેણે મારા સૂચનોનું સમર્થન પણ કર્યુ હતુ.'


કોરોના સામે જંગમાં આગળ આવ્યા વિરાટ-અનુષ્કા, મુંબઈ પોલીસને આપ્યા આટલા રૂપિયા  


પરંતુ શનિવારે રૈનાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ સાથે જ્યારે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ પર ચર્ચા દરમિયાન પ્રસાદની આ વાતને નકારી હતી. રૈનાએ કહ્યુ, એમએસકે પ્રસાદ બોલી રહ્યા હતા કે હું અન્ડર પરફોર્મ હતો અને તેમણે ટીમથી બહાર થવા પર વાત કરી હતી. પરંતુ તેમણે કોઈ વાત કરી નથી.


33 વર્ષીય આ બેટ્સમેને ભાર આપતા કહ્યુ, જ્યારે મારો સમય આવશે ત્યારે હું ફરીથી રમીશ. રૈના ભારતની 2011 વિશ્વકપ ભારત અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં ભાગ રહ્યો છે. રૈનાએ વર્ષ 2018મા પોતાની છેલ્લી વનડે અને ટી20 મેચ રમી હતી, ત્યારથી તે ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર