નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ 2019 સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની નિવૃતી લેવાની અટકળો વધી ગઈ છે. જેને લઈને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન તથા કોચ અનિલ કુંબલેએ એક મોટુ નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે ધોની એક મોટા વિદાય સમારોહનો હકદાર છે અને પસંદગીકારોએ તેની સાથે વાત કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપ બાદ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી ધોનીએ ટીમ ઈન્ડિયામાંથી પોતાનું નામ પરત લીધું હતું અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી ટી20 સિરીઝમાં ધોનીની પસંદગી કરવામાં આવી નથી. તેવામાં ધોનીના ભવિષ્યને લઈને અનિલ કુંબલેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'મને લાગે છે કે પંતે ચોક્કસપણે વિકેટકીપર-બેટ્સમેનના રૂપમાં મજબૂત દાવો રજૂ કર્યો છે. ખાસ કરીને ટી20 ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેવામાં ધોની સાથે વાતચીત કરવી જરૂરી છે. તે સારી વિદાયનો હકદાર છે અને તમારે તેની સાથે વાત કરવી જોઈએ.'


કુંબલેનું માનવુ છે કે 2020મા ટી20 વિશ્વ કપ રમવામાં આવશે અને તેવામાં પસંદગીકારોએ ધઓની વિશે ઝડપથી નિર્ણય લેવો જોઈએ. તેણે કહ્યું, 'ટીમ માટે, પસંદગીકારોએ યોજનાઓને લઈને ચર્ચા કરવી જોઈએ, કારણ કે તે મહત્વપૂર્ણ છે કે તેના વિશે સારૂ જણાવવામાં આવે. જો પસંદગીકારોનું માનવુ છે કે ધોની ટી20 વિશ્વ કપની યોજનામાં ફિટ બેસે તો મને લાગે છે કે તેણે દરેક મેચ રમવી જોઈએ.'

એશિઝમાં સતત 9મી વખત 50+નો સ્કોર કરી સ્મિથે લારા અને વિરાટની કરી બરોબરી 

કુંબલેએ કહ્યું, 'જો તેમ ન હોય તો પસંદગીકારોએ તેની વિદાય વિશે ચર્ચા કરવી જોઈએ. મને લાગે છે કે તેણે આગામી બે મહિનામાં આમ કરવું જોઈએ.'