હવે ક્રિકેટનો તે જાદૂઈ અવાજ ક્યારેય સંભળાશે નહીં, રોબિન જેકમેનનું નિધન
Former England cricketer Robin Jackman Passed Away: ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર અને જાણીતા કોમેન્ટ્રેટર રોબિન જેકમેનનું નિધન થયુ છે. તેઓ 75 વર્ષના હતા. જેમનો જન્મ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો.
લંડનઃ ઈંગ્લેન્ડ માટે ચાર ટેસ્ટ અને 15 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું નિધન થયુ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ જાણકારી આપી છે. તેઓ 75 વર્ષના હતા. ભારતના હિમાચલ પ્રદેશના શિમલામાં જન્મેલા જેકમેને 1966થી 1982 વચ્ચે 399 પ્રથમ શ્રેણી મેચોમાં 1402 વિકેટ ઝડપી હતી. નિવૃતી બાદ તેઓ દક્ષિણ આફ્રિકામાં કોમેન્ટ્રેટર બની ગયા હતા.
જેક તે જ કોમેન્ટ્રેટર છે, જેણે 2003 વિશ્વકપની એક મેચમાં પાકિસ્તાન પર ભારતની ધમાકેદાર જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન સચિન તેંડુલકર સાથે વાત કરતા કહ્યુ હતુ- થેંક યૂ સચિન... તમે અમને એક સારી બેટિંગ જોવાની તક આપી. જે અંદાજમાં તમે રમ્યા તે મેં ક્યારેય જોયુ નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube