નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીએ રમતા રહેવુ જોઈએ કે નિવૃતી લેવી જોઈએ, તેના પર ક્રિકેટરોમાં અલગ-અલગ મંતવ્ય જોવા મળે છે. 38 વર્ષીય ધોનીએ વિશ્વકપ બાદ કોઈ મેચ રમી નથી. તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને આફ્રિકાની સાથે રમાયેલી સિરીઝમાથી બહાર રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવૃતીનો નિર્ણય ધોની પર છોડી દેવો જોઈએ
પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરનું માનવું છે કે નિવૃતીનો નિર્ણય ધોની પર છોડી દેવો જોઈએ. ગંભીરે એક અખબારને કહ્યું, 'મને લાગે છે કે નિવૃતી લેવાનો નિર્ણય ખુબ વ્યક્તિગત હોય છે. જ્યાં સુધી તમે રમવા ઈચ્છો છો , તમને રમવા દેવામાં આવે છે, પરંતુ તમારે ભવિષ્ય તરફ જોવાનું હોય છે. મને નથી લાગતું કે ધોની આગામી વિશ્વકપ રમશે.'


વાત ધોનીની નહીં, પરંતુ વિશ્વકપ જીતવાની છે
ક્રિકેટરથી રાજનેતા બનેલા ગંભીરે કર્યું, 'તેવામાં કોઈપણ કેપ્ટન હોય, ભલે વિરાટ કોહલી કે અન્ય કોઈ, તેણે હિંમતપૂર્વક કહેવું જોઈએ કે આ ખેલાડી ભવિષ્યની યોજનાઓમાં ફિટ બેસતો નથી. હવે સમય આવી ગયો છે કે આગામી ચાર-પાંચ વર્ષો માટે યુવા ખેલાડીઓને શોધવાનું કામ કરવામાં આવે. આ વાત ધોનીની નહીં પરંતુ દેશની છે. વિશ્વકપ જીતવાની છે.'


ધોનીએ રાંચીને ક્રિકેટની દુનિયામાં પ્રસિદ્ધ બનાવ્યું: રાષ્ટ્રપતિ કોવિંદ 

તો ભારતીય ક્રિકેટ ટીમથી બહાર ચાલી રહેલા સુરેશ રૈનાનું માનવું છે કે ધોની આગામી વર્ષે ટી20 વિશ્વકપની ટીમમાં ફિટ બેસી શકે છે. રૈનાએ એક અખબારને કહ્યું, 'ધોની હજુ ફિટ છે અને શાનદાર વિકેટકીપર છે. તે આ રમતનો મહાન ફિનિશર છે. તે આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમમાં ફિટ બેસી શકે છે.'