નવી દિલ્હીઃ એક સમયે જેના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લાગ્યો હતો તે બાળક મોટો થઈને શાનદાર બેટ્સમેન બન્યો. એવો બેટ્સમેન જે ક્રીઝ પર હોય તો હરીફો ચિંતામાં રહેતા હતા. વાત કરી રહ્યા છે વીરેન્દ્ર સહેવાગની, જેમનો આજે જન્મદિવસ છે. સહેવાગ 44 વર્ષના થઈ ગયા છે. જમણેરી બેટર સહેવાગના નામે અનેક રેકોર્ડ્સ છે. તેની તોફાની ઈનિંગ્સ માટે આજે પણ યાદ કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સહેવાગને ક્રિકેટ રમવાની નહોતી છૂટ 
વીરેન્દ્ર સહેવાગનો જન્મ એક જાટ પરિવારમાં થયો હતો. તેમના પિતા અનાજના વેપારી હતા. સહેવાગ જ્યારે નાના હતા ત્યારે એક ક્રિકેટ મેચ દરમિયાન તેમનો દાંત તૂટી ગયો. જે બાદ તેમના પિતાએ તેમના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. જો કે, માતાની મદદથી તેમણે ફરી એકવાર ક્રિકેટ રમવાની શરૂઆત કરી દીધી.


ડેબ્યૂ રહ્યું હતું ખૂબ જ ખરાબ
વીરેન્દ્ર સહેવાગે પાકિસ્તાનની સામે વર્ષ 1999માં પહેલો વન ડે રમ્યો. જેમાં માત્ર 1 રન બનાવ્યો અને 3 ઑવરમાં 35 રન આપ્યા.પહેલા જ મેચમાં ખરાબ પ્રદર્શનના કારણે તેમને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યા અને બીજા મેચ માટે તેમણે એક વર્ષ રાહ જોવી મળી. સહેવાગની કરિયર ત્યારે ચમકી જ્યારે તેણે ઑસ્ટ્રેલિયાની સામે 58 રન બનાવ્યા અને 3 વિકેટ પણ લીધી.


સહેવાગના નામે છે આ રેકોર્ડ
સહેવાગે 104 ટેસ્ટમાં 49.3ની સરેરાશથી 8586 રન બનાવ્યા. તો 251 વન ડેમાં 35ની સરેરાશથી 8237 રન બનાવ્યા. સહેવાગે પોતાના કરિયરમાં 38 સેન્ચ્યુરી મારી છે.સહેવાગ એકમાત્ર એવા ખેલાડી છે જેણે ત્રેવડી સદીની સાથે ટેસ્ટમાં પાંચ વિકેટો લીધી હોય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube