Heartbreaking News: ગુરૂવારે એજિસ સાઉથ ઝોન ટૂર્નામેન્ટ હેઠળ રમાઈ રહેલી મેચ દરમિયાન એક ખેલાડીનું હાર્ટ એટેકને કારણો નિધન થયું છે. જેના કારણે ટૂર્નામેન્ટમાં શોકનો માહોલ છવાયો છે. આ દુખદ સમાચાર બેંગલુરૂના આરએસઆઈ ગ્રાઉન્ડ પર તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન સામે આવ્યા છે. હકીકતમાં આ મેચ તો કર્ણાટકે જીતી લીધી હતી, પરંતુ પોતાના એક ખેલાડીને ગુમાવી દીધો છે. જાણકારી અનુસાર મેદાન પરજીતનો જશ્ન મનાવી રહેલા ખેલાડીઓ વચ્ચે પૂર્વ ક્રિકેટ ખેલાડી કે હોયસલાનું મોત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેદાન પર બેભાન થયો હોયસલા
હકીકતમાં મેચ જીત્યા બાદ ખેલાડીઓ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કર્ણાટકના ખેલાડી કે હોયસલાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે મેદાન પર બેભાન થઈ પડી ગયો હતો. આ સમાચાર મળતા ઓન-સાઇટ ડોક્ટરો દ્વારા તત્કાલ ઈમરજન્સી સારવાર કરવામાં આવી, પરંતુ ત્યાં સુધી હોયસલાના શરીરે પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધુ હતું. 


આ પણ વાંચોઃ યશસ્વીએ ઈંગ્લેન્ડ સામે 600 રન બનાવી રચ્યો ઈતિહાસ, દિગ્ગજોની ખાસ ક્લબમાં થયો સામેલ


ડોક્ટરોએ મૃત જાહેર કર્યો
જાણકારી અનુસાર ઓન-સાઇટ ડોક્ટરોએ ખેલાડીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે પ્રતિક્રિયા ન આપતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ આ ખેલાડીને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરો દ્વારા ખેલાડીના મોતનું કારણ હાર્ટ એટેક ગણાવવામાં આવ્યું છે. ખેલાડીના મોત બાદ બંને ટીમના ખેલાડીઓમાં શોકની લહેર જોવા મળી હતી.


સ્વાસ્થ્ય મંત્રીએ વ્યક્ત કર્યું દુખ
આ ઘટના પર કર્ણાટક સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડૂ રાવે સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું છે. આ દરમિયાન તેમણે પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યું- એઝિસ સાઉથ ઝોન ટૂર્નામેન્ટ દરમિયાન કર્ણાટકના ફાસ્ટ બોલર હોયસલાનું આકસ્મિક નિધન વિશે જાણીને દુખ થયું. આ દુખની ઘડીમાં મારી હાર્દિક સંવેદનાઓ તેના પરિવાર અને મિત્રો સાથે છે.