વર્લ્ડ કપ વખતે ટીમ ઈન્ડિયાને `કોચ` એ આપી હતી સેક્સની સલાહ, કારણ જાણીને ચોંકી જશો
ટીમ ઈન્ડિયાના પૂર્વ મેન્ટલ કન્ડીશનિંગ કોચ રહી ચૂકેલા Paddy Uptonના એક મોટા ખુલાસાએ એક સમયે વર્લ્ડ ક્રિકેટને હચમચાવી દીધુ હતું. ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ કોચ મુજબ તેમણે મેચ પહેલા ખેલાડીઓને સેક્સ કરવાની સલાહ આપી હતી.
ટીમ ઈન્ડિયાના પૂર્વ મેન્ટલ કન્ડીશનિંગ કોચ રહી ચૂકેલા Paddy Uptonના એક મોટા ખુલાસાએ એક સમયે વર્લ્ડ ક્રિકેટને હચમચાવી દીધુ હતું. ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ કોચ મુજબ તેમણે મેચ પહેલા ખેલાડીઓને સેક્સ કરવાની સલાહ આપી હતી. પૈડી અપ્ટને આ વાતનો ખુલાસો પોતાના પુસ્તક 'ધ બેયરફૂટ કોચ' માં કર્યો હતો.
સેક્સની સલાહ
ટીમ ઈન્ડિયાના પૂર્વ મેન્ટલ કન્ડીશનિંગ કોચ રહી ચૂકેલા પૈડી અપ્ટને જણાવ્યું હતું કે તેમની આ સલાહથી તે સમયના ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગેરી કર્સ્ટન નારાજ થઈ ગયા હતા. અત્રે જણાવવાનું કે ગેરી કસ્ટર્ન કોચ હતા તે સમયગાળામાં ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. ગેરી કર્સ્ટનના નારાજ થયા બાદ અપ્ટને તેમની આ વાત બદલ માફી પણ માંગી હતી.
સેક્સવાળી વાત પર વિવાદ
મેન્ટલ કન્ડીશનિંગ કોચ રહી ચૂકેલા પૈડી અપ્ટને કહ્યું કે ગેરી કર્સ્ટનને તેમની સેક્સવાળી વાત પર ગુસ્સો આવી ગયો હતો. પૈડીના જણાવ્યાં મુજબ તેમણે મેચ પહેલા ખેલાડીઓને શારીરિક સંબંધ બાંધવાની માત્ર સલાહ આપી હતી, આવું તેમણે એક જાણકારી શેર કરતા કહ્યું હતું.
રાજસ્થાન રોયલ્સના પણ હતા કોચ
જો કે બાદમાં પૈડી અપ્ટને પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સેક્સની સલાહ આપવી એ મારી મોટી ભૂલ હતી. હું તો બસ જણાવી રહ્યો હતો. પૈડી અપ્ટન ભારતીય ટીમના પૂર્વ મેન્ટલ કન્ડીશનિંગ કોચની સાથે સાથે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ પણ રહી ચૂક્યા ચે.
સેક્સના ફાયદા જણાવ્યા હતા
પૂર્વ કોચ પૈડીએ પોતાના પુસ્તકમાં ધ વોલ રાહુલ દ્રવિડથી લઈને ગૌતમ ગંભીર સુધીના તમામ ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2009માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી દરમિયાન તેઓ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નોટ્સ તૈયાર કરતા હતા. જેમાં તેમણે સેક્સના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
શારીરિક સંબંધ બનાવવાથી પ્રદર્શન સુધરે?
કોચ પૈડીએ એક ચેપ્ટર 'ઈગો એન્ડ માય ગ્રેટેસ્ટ પ્રોફેશનલ એરર'માં પોતાના નોટ્સ વિશે ઉલ્લેખ કર્યો છે. પૈડીએ ખેલાડીઓ માટે તૈયાર કરાયેલી નોટ્સમાં લખ્યું હતું કે 'શું શારીરિક સંબંધ બનાવવાથી તમારું પ્રદર્શન સુધે છે? હા. તે સારું થાય છે.'
ધોનીના વખાણ
પૂર્વ કોચ પૈડીએ એ પણ જણાવ્યું હતું કે આઈપીએલ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતે એકવાર રાહુલ દ્રવિડને ગાળ આપી હતી. આ સિવાય એપ્ટને ધોનીના વખાણ કરતા કહ્યું હતું કે ધોનીની અસલ ક્ષમતા તેમનું શાંત રહેવું છે. મેચમાં કોઈ પણ સ્થિતિ હોય પરંતુ તેઓ શાંત રહે છે.