New Zealand cricketer George Worker Retirement: ન્યુઝીલેન્ડના જ્યોર્જ વર્કરે અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. આ સાથે તેની 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આવી ગયો છે. ન્યુઝીલેન્ડ ઉપરાંત, વર્કર સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ, ઓકલેન્ડ અને કેન્ટરબરી માટે સ્થાનિક ક્રિકેટ રમ્યો હતો અને ત્રણેય ટીમો સાથે ટાઇટલ જીત્યા હતા. વર્કરે ન્યૂઝીલેન્ડ માટે 10 ODI અને બે T20 મેચ રમી હતી. તકોનો પૂરો લાભ ન ​​લેવા બદલ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરી મળવા પર ક્રિકેટ છોડ્યું
રસપ્રદ વાત એ છે કે વર્કરે પોતાની નોકરી માટે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં નોકરીની ઓફર મળ્યા બાદ તેણે આ નિર્ણય લીધો છે. વર્કરે એક નિવેદનમાં કહ્યું કે તે હવે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. તે ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કામ કરશે. વર્કરે ઘરેલુ ક્રિકેટમાં 6400 થી વધુ ફર્સ્ટ ક્લાસ રન, 6721 લિસ્ટ A રન અને 3480 T20 રન બનાવ્યા છે.


નિવૃત્તિ પર શું બોલ્યો વર્કર?
વર્કરે પોતાના કરિયરમાં ઘણી યાદગાર ક્ષણ આપી છે અને ક્રિકેટ જગતમાં પોતાની એક ઓળખ બનાવી હતી. ઓકલેન્ડ ક્રિકેટ દ્વારા જાહેર એક નિવેદનમાં વર્કરના હવાલાથી કહ્યું- પ્રોફેશનલ ક્રિકેટમાં 17 વર્ષની શાનદાર યાત્રા બાદ હું રમતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી રહ્યો છું. આ નિર્ણય મારા જીવનના એક અવિશ્વસનીય અધ્યાયનો અંત અને એક નવા રોમાંચની શરૂઆતનું પ્રતીક છે. મારા કરિયર દરમિયાન મેં ઘણા શાનદાર મિત્રો બનાવ્યા છે, જે જીવનભર રહેશે અને એવી યાદો છે જેને હું સંભાળીને રાખીશ.


આ પણ વાંચોઃ રબને બના દી જોડી! નીરજ અને મનુ ભાકરના થઈ રહ્યાં છે લગ્ન, મનુના પિતાએ આપ્યો જવાબ


2015માં કર્યું હતું પર્દાપણ
વર્કરે 23 ઓગસ્ટ 2015ના રોજ દક્ષિણ આફ્રિકા સામે વનડે  મેચમાં પર્દાપણ કર્યું હતું અને 11 નવેમ્બર 2018ના રોજ દુબઈમાં પાકિસ્તાન સામે તેની કારકિર્દીની છેલ્લી ODI રમી હતી. તેણે 9 ઓગસ્ટ 2015ના રોજ હરારેમાં ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી હતી. 14 ઓગસ્ટ, 2015 ના રોજ ડરબનમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચ તેની કારકિર્દીની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ. તેની ટી20 ડેબ્યૂ મેચમાં તેણે ઝિમ્બાબ્વે સામે 38 બોલમાં 62 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.


આવું રહ્યું વર્કરનું કરિયર
ઘરેલૂ સ્તર પર ધમાલ મચાવનાર વર્કરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 126 મેચમાં 11 સદી અને 33 અડધી સદીની મદદથી 29.49ની એવરેજથી 6400 રન બનાવ્યા. તેણે 139 મેચમાં 43.64ની એવરેજથી 6721 લિસ્ટ એ રન બાવ્યા અને 18 સદી તથા 37 અડધી સદી ફટકારી હતી. પોતાના ટી20 કરિયરમાં તેણે 154 મેચ રમી જેમાં 123.57ની સ્ટ્રાઇક રેટથી 3480 રન બનાવ્યા હતા. આ દરમિયાન એક સદી અને 18 અડધી સદી ફટકારી હતી. 34 વર્ષીય વર્કરે પોતાના કરિયર દરમિયાન 58 ફર્સ્ટ ક્લાસ, 60 લિસ્ટ એ અને 42 ટી20 વિકેટ પણ લીધી હતી.